AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati Fire News: તિરુપતિના ગોવિંદરાજા મંદિર પાસે લાગી ભીષણ આગ, ચાર માળનું મકાન પણ બળીને ખાખ, જુઓ VIDEO

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ મળતી માહિતી મુજબ મંદિરની નજીક ફોટો ફ્રેમ બનાવવાની દુકાનમાં અચાનક આગ લાગી હતી અને પછી તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગની આ ઘટનામાં હજુ પણ કોઈ જાનહાનિના સમાચાર નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 3:55 PM
Share

તિરુપતિના માર્કેટમાં ભીષણ આગ લાગી છે. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે શરૂઆતમાં ફાયર વિભાગને પણ આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ મળતી માહિતી મુજબ મંદિરની નજીક ફોટો ફ્રેમ બનાવવાની દુકાનમાં અચાનક આગ લાગી હતી અને પછી તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગની આ ઘટનામાં હજુ પણ કોઈ જાનહાનિના સમાચાર નથી.

તિરુપતિમાં ગોવિંદરાજા સ્વામી મંદિર પાસે સદીઓ જૂનું વૃક્ષ ધરાશાયી થતાં એકનું મોત, ચાર ઘાયલ

1 જૂન (ગુરુવાર) ના રોજ અહીંના શ્રી ગોવિંદરાજા સ્વામી મંદિરની સામે સદીઓ જૂનું ઝાડ જમીન પર તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી ભારે તોફાનને કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">