દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર અંગે AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

|

Nov 23, 2021 | 11:51 PM

Third Wave in India : રસીના બૂસ્ટર ડોઝ અંગે ગુલેરિયાએ કહ્યું કે હાલમાં રસીના બૂસ્ટર અથવા ત્રીજા ડોઝની જરૂર નથી. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું કે ત્રીજા ડોઝના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર અંગે AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું મોટું નિવેદન,  જાણો શું કહ્યું
AIIMS director Dr.Randeep Guleria

Follow us on

DELHI : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દિલ્હીના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પ્રથમ બે લહેર જેટલી જ તીવ્રતા સાથે ત્રાટકે તેવી શક્યતા નથી. તેમણે કહ્યું કે આ સમયે કોરોનાના કેસોમાં કોઈ વધારો થયો નથી જે દર્શાવે છે કે કોરોના રસી હજી પણ વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે અને અત્યારે ત્રીજા બૂસ્ટર ડોઝની જરૂર નથી.

સંક્રમણની ગંભીરતાને રોકવા વેક્સિન અસરકારક
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ.બલરામ ભાર્ગવ (Dr.Balram Bhargav) દ્વારા લખાયેલ પુસ્તક ‘ગોઈંગ વાઈરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન – ધ ઈન્સાઈડ સ્ટોરી’ના વિમોચન સમારોહને સંબોધતા ગુલેરિયાએ જણાવ્યું હતું કે, જે રીતે કોરોના વેક્સિન સંક્રમણની ગંભીરતાને રોકવા અને હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં અસરકારક છે તે રીતે,મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવા સહિત મોટી લહેર આવવાની શક્યતાઓ દરરોજ ઘટી રહી છે. હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં લોકોની સંખ્યા દરરોજ ઘટી રહી છે.

અત્યારે ત્રીજા ડોઝની જરૂર નથી
તેમણે કહ્યું કે કોવિડના પ્રથમ બે લહેરની તુલનામાં સમાન તીવ્રતાની ત્રીજી લહેર દેશમાં આવવાની સંભાવના નથી. સમય જતાં રોગચાળો સ્થાનિક રોગનું સ્વરૂપ લેશે. કેસો આવતા રહેશે, પરંતુ રોગચાળો ઘણો ઓછો થશે. રસીના બૂસ્ટર ડોઝ અંગે ગુલેરિયાએ કહ્યું કે આ સમયે કેસોમાં કોઈ વધારો થયો નથી, જેનાથી એવું લાગે છે કે રસી હજી પણ કોરોના વાયરસ સામે રક્ષણ આપી રહી છે. તેમણે કહ્યું કે તેથી હાલમાં રસીના બૂસ્ટર અથવા ત્રીજા ડોઝની જરૂર નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ત્રીજા ડોઝના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી
નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું કે ત્રીજા ડોઝ અંગેનો નિર્ણય વિજ્ઞાનના આધારે લેવો જોઈએ. રૂપા પબ્લિકેશનના પુસ્તક વિશે વાત કરતા ભાર્ગવે કહ્યું કે કોવિડ-19 સામે રક્ષણ માટે રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાતને સમર્થન આપવા માટે હજી સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેમણે કહ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં કોવિડ-19 સામેની લડાઈમાં વૈજ્ઞાનિકો, સરકાર અને લોકોના કામમાં સ્પષ્ટતા અને ગંભીરતા હતી. તેમણે કહ્યું કે લોકો રોગચાળામાંથી શીખ્યા છે અને આરોગ્ય માળખાને મજબૂત બનાવવામાં આવ્યું છે. આપણે વિશ્વના તમામ વાયરસ પર નજર રાખવાની છે.

આ પણ વાંચો : VACCINATION : દેશમાં આજે 68 લાખ લોકોને રસી અપાઈ, રસીકરણનો કુલ આંકડો 118 કરોડને પાર

આ પણ વાંચો : બેન્કોને જાણી જોઈને દેવુ નહીં ચુકવવાનારા લોકો પાસેથી એક એક પૈસો વસુલવામાં આવશે, પાછા લાવવામાં આવશે પુરા પૈસા: નાણામંત્રી નિર્મલા સીતારમણ

Next Article