VACCINATION : દેશમાં આજે 68 લાખ લોકોને રસી અપાઈ, રસીકરણનો કુલ આંકડો 118 કરોડને પાર

Vaccination in India : કેન્દ્ર સરકાર સતત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વધુને વધુ લોકોને કોરોના રસીકરણ વિશે જાગૃત કરવા માટે કહી રહી છે.

VACCINATION : દેશમાં આજે 68 લાખ લોકોને રસી અપાઈ, રસીકરણનો કુલ આંકડો 118 કરોડને પાર
Corona Vaccination in India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 11:44 PM

DELHI : દેશમાં એક બાજું કોરોના (Corona)ના કેસો ઘટી રહ્યા છે, તો બીજી તરફ રસીકરણ (Vaccination) અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર સતત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વધુને વધુ લોકોને કોરોના રસીકરણ વિશે જાગૃત કરવા માટે કહી રહી છે.સરકારના આ પ્રયાસો હેઠળ આજે 23 નવેમ્બરે દેશમાં કોરોના રસીકરણનો આંકડો 118 કરોડને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના રસીના 68 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જેના પછી કુલ આંકડો 118 કરોડને પાર કરી ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વની બેઠક યોજી બીજી તરફ કેન્દ્રીયઆરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ સોમવારે પુડુચેરી, નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુર સાથે કોરોના રસીકરણ અભિયાનને લઈને વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ દરમિયાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, આપણે કોરોના રસીકરણના છેલ્લા તબક્કામાં છીએ. આવી સ્થિતિમાં, આપણે લોકોને સંપૂર્ણ રસીકરણ માટે ઝુંબેશ રસીકરણની ઝડપ અને વ્યાપ વધારવો પડશે.

બેઠકમાં રસીકરણનો વ્યાપ વધારવા અંગે વાત કરતાં મનસુખ માંડવિયાએ આરોગ્ય સચિવો અને અધિકારીઓને જણાવ્યું કે, અમે સંયુક્ત રીતે પ્રયાસ કરીએ કે તરત જ કોરોનાની રસી મેળવનાર કોઈપણ વ્યક્તિ આ ‘રક્ષણ કવચ’થી વંચિત ન રહે અને તેમની અંધશ્રદ્ધા, ખોટી માહિતી અને રસી લેવામાં ખચકાટ જેવા મુદ્દાઓનું નિરાકરણ લાવીએ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પુડુચેરી, નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુરમાં રસીકરણ કવરેજ ઓછું પુડુચેરી, નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુરમાં રસીકરણનો કવરેજ ઓછું જોવા મળી રહ્યું છે. એક તરફ, દેશમાં જ્યાં 82 ટકા લોકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો છે અને 43 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે, પુડુચેરીમાં આ આંકડો 66 ટકા અને 39 ટકા છે. જ્યારે નાગાલેન્ડમાં માત્ર 49 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે અને 36 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. આ સિવાય મેઘાલયમાં આ આંકડો 57 ટકા અને 38 ટકા છે જ્યારે મણિપુરમાં 54 ટકા અને 36 ટકા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,579 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 543 દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે, કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 3,45,26,480 પર પહોંચી ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1,13,584 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાને કારણે 236 લોકોના મોત થયા છે, જેમાં એકલા કેરળમાં 75 લોકોના મોતનો સમાવેશ થાય છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,698 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : બેન્કોને જાણી જોઈને દેવુ નહીં ચુકવવાનારા લોકો પાસેથી એક એક પૈસો વસુલવામાં આવશે, પાછા લાવવામાં આવશે પુરા પૈસા: નાણામંત્રી નિર્મલા સીતારમણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">