AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના પ્રભાવ અને ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’ને લઈને જાહેર કરાયા છે બે પ્રકારના સર્વેલન્સ: સરકાર

ડેલ્ટા વેરિઅન્ટ વિશે ડો. બ્રજેશ મિશ્રા કહે છે કે જે રીતે લોકોની બેદરકારી વધી રહી છે અને લોકો કોરોનાના ડર વગર જે રીતે રખડી રહ્યા છે, એવું લાગે છે કે આપણે આપણી ભૂતકાળની ભૂલોમાંથી કંઈ શીખ્યા નથી.

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના પ્રભાવ અને 'વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન'ને લઈને જાહેર કરાયા છે બે પ્રકારના સર્વેલન્સ: સરકાર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:12 PM
Share

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ડિરેક્ટર ડો.એસ.કે.સિંહે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ્સ (Corona Delta Variant) અને ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’ની અસર અંગે બે પ્રકારના સર્વેલન્સ જણાવ્યા છે. તેમણે કહ્યું ‘અમે 2 પ્રકારની દેખરેખ રાખી રહ્યા હતા, પ્રથમ ડેલ્ટા વેરિએન્ટની અસરનું નિરીક્ષણ કર્યું, બીજું બહારથી આવતા લોકો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

જ્યારે આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર કેરળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ દેશમાં ડેલ્ટા પ્લસ રાજ્યોની શ્રેણીમાં આવે છે. આ ત્રણ રાજ્યોમાંથી ઝારખંડ આવતા બધા જ મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં રેલવેના ડીઆરએમ (DRM)ને પત્ર મોકલવામાં આવશે. ત્રણેય રાજ્યોમાંથી આવતી ટ્રેનોના મુસાફરોની વિગતો મંગાવવામાં આવશે. ત્રણેય રાજ્યોમાંથી ઝારખંડના જે સ્ટેશનો પર મુસાફરો રોકાણ કરી રહ્યા છે અથવા ત્યાં ઉતરી રહ્યા છે. તેની વિગતો લીધા બાદ તપાસ કરવામાં આવશે.

ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે આવી શકે છે ત્રીજી લહેર

આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અરુણ કુમાર સિંહે રાજ્યમાં પ્રવેશ કરવાના પોઈન્ટ ઉપર મુસાફરોની તપાસને સુનિશ્ચિત કરવાનો પહેલા જ નિર્દેશ આપી દીધો છે. આ સાથે તમામ ડેપ્યુટી કમિશનરોને પાંચ-પોઈન્ટ સ્ટ્રેટેજી ટેસ્ટ, ટ્રેક, આઈસોલેટ, ટ્રીટમેન્ટ અને રસીકરણ અંગે ગંભીર પગલા લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

રિમ્સના પલ્મોનરોલોજી વિભાગના એચઓડી (HOD) તેમજ નોડલ ઓફીસર ડો. બ્રજેશ મિશ્રા જણાવે છે કે, ડેલ્ટા વેરીઅન્ટ ફેફ્સાના કોષોમાં રીસેપ્ટર સાથે ચોંટી જાય છે અને શ્વસન અંગોને ઝડપથી મોટું નુક્સાન પહોંચાડે છે. આ વેરીઅન્ટ વધારે એટલે નુક્સાનકારક માનવામાં આવે છે કારણકે બીજા દેશોમાં આ વેરીઅન્ટની અસર આપણે પહેલા જ જોઈ ચુક્યા છીએ. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે ત્રીજી લહેર આવી શકે છે.

ડેલ્ટા વેરિઅન્ટ વિશે, ડો. બ્રજેશ મિશ્રા કહે છે કે જે રીતે લોકોની બેદરકારી વધી રહી છે અને લોકો કોરોનાના ડર વગર જે રીતે રખડી રહ્યા છે, એવું લાગે છે કે આપણે આપણી ભૂતકાળની ભૂલોમાંથી કંઈ શીખ્યા નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રથમ લહેર અને બીજી લહેર વચ્ચે પણ આજ પરીસ્થિતિ હતી, જે આજે છે. બીજી લહેર પહેલા આપણે જે ભૂલો કરી હતી, જો ફરીવાર એ જ ભૂલનું પુનરાવર્તન કરવામાં આવશે તો તે ત્રીજી લહેરનું કારણ બની શકે છે. ડેલ્ટા વેરિએન્ટને કારણે કોરોનાની બીજી લહેરનો સામનો કરવો પડ્યો હતો, જો આપણે આપણી સાવધાની નહીં વધારીએ તો ડેલ્ટા પ્લસ ત્રીજી લહેરનું કારણ બનશે.

આ પણ વાંચો : Maharashtra: પૂણેના 79 ગામમાં ઝિકા વાયરસનું જોખમ, આરોગ્ય અને વહીવટી તંત્ર એલર્ટ પર

g clip-path="url(#clip0_868_265)">