લકવાગ્રસ્ત દર્દીઓના કાંડા અને આંગળીઓ હવે બરાબર રીતે કરી શકશે કામ, IIT દિલ્હી અને AIIMSએ રોબોટિક ગ્લવ્સ કર્યા તૈયાર

|

Nov 29, 2021 | 8:09 PM

દિલ્હી IIT અને દિલ્હી AIIMS રોબોટિક એક્સોસ્કેલેટન થેરાપી પર સાથે મળીને કામ કરી રહ્યા છે. બંને સંસ્થાઓના નિષ્ણાતોએ મળીને સ્વદેશી ઉપકરણ રોબોટિક ગ્લવ્સ તૈયાર કર્યું છે. અત્યાર સુધી કરાયેલા બે ક્લિનિકલ ટ્રાયલ સારા ભવિષ્યની આશા આપી રહ્યા છે.

લકવાગ્રસ્ત દર્દીઓના કાંડા અને આંગળીઓ હવે બરાબર રીતે કરી શકશે કામ, IIT દિલ્હી અને AIIMSએ રોબોટિક ગ્લવ્સ કર્યા તૈયાર
Robotic glove

Follow us on

એક વાર વ્યક્તિ લકવાગ્રસ્ત (Paralyzed) થતા તેને અમુક અંગ ફરીથી પહેલાની જેમ કામ કરે તેવી શક્યતા ખૂબ જ ઓછા વ્યક્તિઓમાં જોવા મળી છે. જો કે વૈજ્ઞાનિકો (Scientists) તમામ બિમારીઓના ઈલાજ(Cure) પર સતત કામ કરે છે. દિલ્હીમાં પણ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી(IIT) અને ઑલ ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) સાથે મળીને રોબોટિક એક્સોસ્કેલેટન થેરાપી પર કામ કરી રહ્યુ છે.

બંનેએ સાથે મળીને લકવાગ્રસ્ત (Paralyzed) દર્દીઓની મદદ માટે સ્વદેશી ઉપકરણ ‘રોબોટિક ગ્લવ્સ’ તૈયાર કર્યું છે. આ ઉપકરણ દર્દીઓના મગજને તેમના કાંડા અને આંગળીઓમાં (વાઈબ્રેટ કરીને) ઉત્તેજીત કરવામાં મદદરૂપ હોવાનું જણાયું છે.

 

નિષ્ક્રિય આંગળીઓ અને કાંડા સિગ્નલ પર કામ કરશે

ITના સેન્ટર ફોર બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં એસોસિયેટ પ્રોફેસર અમિત મહેંદિરત્તા કહે છે કે દરવાજો ખોલવો, બ્રશ કરવું, શર્ટનું બટન લગાડવું અને સ્નાન કરવા સહિતની નિયમિત દિનચર્યાના અન્ય ઘણા કાર્યો માટે કાંડા અને આંગળીની હલનચલન જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને આ ટૂલ તૈયાર કરવામાં આવ્યું છે. મગજમાંથી ઈલેક્ટ્રિક સિગ્નલ આવે ત્યારે જ તે કામ કરશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

પ્રોફેસર અમિત મહેંદિરત્તા કહે છે કે લકવાગ્રસ્ત દર્દીઓની ફિઝિયોથેરાપી દરમિયાન કાંડા અને આંગળીઓ પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી. આવી સ્થિતિમાં જો ખભા અને કોણીઓ ઠીક થઈ જાય તો પણ દર્દી રોજિંદા કામ કરી શકતા નથી, કારણ કે આંગળીઓ અને કાંડા બરાબર કામ કરતા નથી.

 

ગ્લવ્સ કેવી રીતે કામ કરશે?

દર્દીને ગ્લવ્સ આપવામાં આવે છે ત્યારે ગ્લવ્સમાં બલ્બ સળગશે અને દર્દીને હાથની આંગળીઓને અહીં અને ત્યાં ખસેડવાનો સંકેત મળશે. દર્દીનું મગજ આને સમજશે અને ઉપકરણને ઈલેક્ટ્રિક સિગ્નલ મોકલશે, ત્યારબાદ તે મુવમેન્ટ કરશે. જો કે દર્દીની મજબૂત ઈચ્છા વિના આ શક્ય નથી. તેના ઉપયોગથી કાંડા અને આંગળીઓની જડતા દૂર થશે. દર્દી લાંબા સમય સુધી આ ગ્લવ્સનો ઉપયોગ કરશે અને પછી આ ઉપકરણને દૂર કરીને પણ આંગળીઓને ખસેડવાનો પ્રયાસ કરશે, ત્યારે મગજ તરત જ પ્રતિક્રિયા આપશે.

 

51 દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યો

અત્યાર સુધીમાં AIIMSમાં 11 અને 40 દર્દી પર બે ટ્રાયલ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ બે ગ્રુપમાં કરવામાં આવ્યો હતો. એક રોબોટિક જૂથ, બીજું નિયંત્રણ જૂથ. ટૂંક સમયમાં યોજાનાર ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 200 દર્દીઓનો સમાવેશ કરવામાં આવશે. પ્રોફેસરના જણાવ્યા અનુસાર એક મહિના સુધી દર્દીઓને આ પહેરાવતા દર્દીઓની આંગળીઓ અને કાંડાની જડતા દૂર થઈ ગઈ.

 

આ પણ વાંચો : Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

 

આ પણ વાંચો : Surat : વિન્ટર સીઝનમાં યુરોપિયન દેશોમાં કોલસાની માગમાં વધારો, ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થતા પ્રોસેસર્સની હાલત કફોડી

Next Article