Unemployment Data: શહેરોમાં રોજગારી વધી, બેરોજગારીનો દર 5 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યો

ભારતમાં શહેરી બેરોજગારી ઘટી છે. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તે પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

Unemployment Data: શહેરોમાં રોજગારી વધી, બેરોજગારીનો દર 5 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યો
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 10:08 PM

દેશમાં જે રીતે આર્થિક ગતિવિધિઓ વધી રહી છે તેની સીધી અસર બેરોજગારીના દર પર પણ પડી રહી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO)એ સોમવારે શહેરી બેરોજગારી સંબંધિત ડેટા જાહેર કર્યો હતો, જે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 5 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

આ પણ વાંચો: દેશમાં બનશે સસ્તા લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટર, 2 લાખ લોકોને મળશે રોજગારી

સામયિક લેબર ફોર્સ સર્વે માટે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે NSOએ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં શહેરી બેરોજગારીનો દર 6.8 ટકા રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી નીચા સ્તરે શહેરી બેરોજગારી દર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોજગારી વધી અને પુરવઠામાં વધારો

આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર એકમાત્ર ક્વાર્ટર નથી, જ્યારે બેરોજગારીનો દર આટલા નીચા સ્તરે આવ્યો હોય. તેના બદલે, તે નાણાકીય વર્ષ 2022-23ના તમામ ચાર ક્વાર્ટરમાં શ્રેષ્ઠ ક્વાર્ટર રહ્યું છે. આ સર્વેમાં વધુ એક વાત સામે આવી છે કે બેરોજગારીનો દર નીચે આવવાનું કારણ એ નથી કે બજારમાં નોકરીની માંગ ઘટી છે, પરંતુ તેનું કારણ રોજગારની ઉપલબ્ધતા વધી છે.

દર 100માંથી 38ને રોજગારની જરૂર છે

જોબ માર્કેટમાં નોકરીઓ શોધી રહેલા લોકોનું માપ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) દ્વારા કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23ના તમામ ત્રિમાસિક ગાળામાં આ 5 વર્ષમાં સૌથી વધુ છે. એટલે કે શહેરી જોબ માર્કેટમાં રોજગાર શોધતા લોકોની સંખ્યા અથવા કહો કે નોકરીની માંગ વધી છે. જ્યારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં LFPR 38.1 ટકા હતો.

બેરોજગારીનો દર નીચે આવવો એ સારો સંકેત છે

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર અમિત બાસોલે બેરોજગારી દરમાં ઘટાડો થવાને એક સારા સંકેત તરીકે જુએ છે. દેશમાં બેરોજગારી દરના આંકડા મુખ્યત્વે શિક્ષિત યુવા વસ્તીની રોજગાર મેળવવાની સ્થિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, નીચે આવવું સારું છે.

દેશ સહિત દૂનિયામાં હાલ મંદિનો માહોલ છે, ત્યારે ભારતમાં બેરોજગારીનો દર ઘટવો એ સૌથી સારી બાબત છે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાએ પણ હાલ એવી ખરાબ હાલત થઈ છે કે, નોટો છાપવાનો વારો આવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">