દેશમાં બનશે સસ્તા લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટર, 2 લાખ લોકોને મળશે રોજગારી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે સરકાર IT હાર્ડવેર માટે PLI સ્કીમ હેઠળ 17,000 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરશે. આ રકમ આગામી 6 વર્ષમાં ખર્ચવામાં આવશે.

દેશમાં બનશે સસ્તા લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટર, 2 લાખ લોકોને મળશે રોજગારી
Ashwini Vaishnaw
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 6:42 PM

કેન્દ્ર સરકાર લાંબા સમયથી ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા અને આ મામલે ચીનને ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે. તેની શરૂઆત Apple Inc દ્વારા ભારતમાં મોટાપાયે ઉત્પાદન સાથે થઈ છે. હવે સરકાર દેશમાં સસ્તા લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટર જેવા અન્ય આઈટી હાર્ડવેર બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તેનાથી દેશમાં 2 લાખ લોકોને રોજગાર મળવાની પણ આશા છે.

બુધવારે કેબિનેટની બેઠક બાદ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે સરકારે IT હાર્ડવેર માટે રૂ. 17,000 કરોડની PLI સ્કીમના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. સરકારે દેશમાં વિવિધ ક્ષેત્રો માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે. આમાં, ભારતમાં ઉત્પાદક કંપનીઓ તેમના ઉત્પાદનના આધારે સરકાર તરફથી લાભ મેળવે છે.

આ પણ વાંચો: Breaking news : સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે સેબીને એક્સટેન્શનની મંજૂરી આપી, 14 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ માંગ્યો

2 લાખ લોકોને મળશે રોજગાર

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે સરકાર IT હાર્ડવેર માટે PLI સ્કીમ હેઠળ 17,000 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરશે. આ રકમ આગામી 6 વર્ષમાં ખર્ચવામાં આવશે. આનાથી દેશમાં લગભગ 75,000 લોકોને પ્રત્યક્ષ રોજગાર અને લગભગ 2 લાખ લોકોને પરોક્ષ રોજગાર મળશે. આ સાથે તેમણે જણાવ્યું કે સરકારની આ યોજનાનો લાભ લેપટોપ, ટેબલેટ, ઓલ ઈન વન પર્સનલ કોમ્પ્યુટર, સર્વર અને અન્ય નાના આઈટી હાર્ડવેર ઉપકરણો બનાવતી કંપનીઓને મળશે.

3.35 લાખ કરોડના ઉત્પાદનો તૈયાર થશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે દેશમાં દર વર્ષે લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરનું ઉત્પાદન વધશે અને આ રીતે 3.35 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. સાથે જ આ માટે કુલ રૂ. 2,430 કરોડનું રોકાણ પણ આવશે.

સરકારે એપ્રિલ 2020માં PLI સ્કીમ શરૂ કરી હતી. જ્યારે IT હાર્ડવેર માટે PLI સ્કીમ ફેબ્રુઆરી 2021માં લોન્ચ કરવામાં આવી હતી. આ માટે સરકારે 7,350 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ પછી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ સરકારને ફાળવણી વધારવાની વિનંતી કરી હતી.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">