સંસદના નવા બિલ્ડિંગ માટે નવસર્જન ટ્રસ્ટ મોકલશે 2,000 કિલોનો સ્પેશિયલ સિક્કો, જેના પર લખી હશે આ વાત

સંસદના નવા ભવનનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે. 2022માં આ ભવન તૈયાર થવાની આશા છે. આ દરમિયાન ગુજરાતની એક માનવાધિકારી સંસ્થાએ પાર્લિયામેન્ટ બિલ્ડિંગ માટે એક અનોખો સિક્કો મોકલવાની યોજના બનાવી છે.

સંસદના નવા બિલ્ડિંગ માટે નવસર્જન ટ્રસ્ટ મોકલશે 2,000 કિલોનો સ્પેશિયલ સિક્કો, જેના પર લખી હશે આ વાત
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 22, 2021 | 5:13 PM

સંસદના નવા ભવનનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે. 2022માં આ ભવન તૈયાર થવાની આશા છે. આ દરમિયાન ગુજરાતની એક માનવાધિકારી સંસ્થાએ પાર્લિયામેન્ટ બિલ્ડિંગ માટે એક અનોખો સિક્કો મોકલવાની યોજના બનાવી છે. નવસર્જન ટ્રસ્ટે રાજ્યના લોકોને પિત્તળના વાસણો અને અન્ય મેટલની ચીજો આપવાની માંગ કરી છે. આ પિત્તળના વાસણોમાંથી એક વિશેષ સિક્કો બનાવવામાં આવશે, જેના પર અસ્પુશ્યતાના વિરોધમાં એક સંદેશ લખવામાં આવશે. જેને નવી દિલ્હી મોકલવામાં આવશે અને એને નવી સંસદ બિલ્ડિંગમાં મોકલવામાં આવશે.

સિક્કા પર બાબા સાહેબની તસ્વીર

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

સંસ્થાના આહવાનના પ્રથમ દિવસ 500 કિલો પિત્તળના વાસણ જમા થઈ ગયા છે. સંસ્થાનું કહેવું છે કે લગભગ 2,000 કિલો પિત્તળ જમા કરવામાં આવશે. જેની મદદથી 1111 મિલિગ્રામ ડાયામીટરના એક ખાસ સિક્કાને તૈયાર કરવામાં આવશે. જેના પર લખેલું હશે કે શું અસ્પુશ્યતા મુક્ત 1947નું ભારતનું સપનું 2047માં પૂર્ણ થઈ શકશે. આ સંદેશ સાથે સિક્કા પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસ્વીર હશે. આ સિક્કાને ન્યૂ પાર્લામેન્ટ બિલ્ડિંગમાં લગાવવા માટે મોકલવામાં આવશે. સંસ્થાની યોજના લોકો પાસેથી એક રૂપિયાનો સિક્કો લેવાની પણ છે.

પરંપરાનું કરાશે પાલન

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર નવસર્જન ટ્રસ્ટના માર્ટિન મેકવાને કહ્યું કે સંસદ ભવનનું નવું ભવન ભવ્ય હોવું જોઈએ, પરંતુ આ નવી બિલ્ડિંગમાં શું હોવું જોઈએ તે વધુ મહત્ત્વનું છે. તેમણે કહ્યું કે આઝાદીના 75 વર્ષ પછી પણ અસ્પૃશ્યતા હયાત છે. તેથી અમારો સંદેશ એ છે કે જો આપણે એક દેશ છીએ તો આપણે એક રાષ્ટ્ર હોવું જોઈએ કારણ કે દરેક ગામ અસ્પૃશ્યતાને કારણે બે રાષ્ટ્રોમાં વહેંચાયેલું છે.

તેમણે કહ્યું કે આપણો દેશ સાંસ્કૃતિક પરંપરાથી ચાલે છે અને જ્યારે પણ આપણે આ પરંપરા હેઠળ નવી ઈમારત બનાવીએ છીએ, ત્યારે આપણે તેના પાયામાં પિત્તળની વસ્તુ શાંતિ અને સમૃદ્ધિ માટે મૂકીએ છીએ. તેથી જ અમે નવી સંસદ ભવનના પાયામાં 2000 કિલોગ્રામ પિત્તળનો સિક્કો મૂકવા માગીએ છીએ.

ઓગસ્ટમાં 2022 પહોંચશે દિલ્હી

નવસર્જન ટ્રસ્ટ દ્વારા સંસદ ભવન માટે 1 રૂપિયાનો સિક્કો દાન આપવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. લોકો સ્વેચ્છાએ એક રૂપિયાનો સિક્કો દાન કરશે. તેને પણ સંસદ ભવનમાં મોકલવામાં આવશે. માર્ટીન મેકવાને કહ્યું કે સંસદે દરેક ભારતીયનું એકમાત્ર રાજકીય અને નૈતિક મંદિર છે, જે ભારતના બંધારણમાં નોંધાયેલા તમામ નાગરિકોના હકોનું રક્ષણ કરે છે. તેમના જણાવ્યા મુજબ 2000 કિલોનો સિક્કો આગામી ત્રણ મહિનામાં તૈયાર થઈ જશે.

તેને 15 ઓગસ્ટ 2022 સુધીમાં નવી દિલ્હી લઈ જવામાં આવશે. આ સાથે એક કરોડ રૂપિયાના મુલ્યનો એક રૂપિયાનો સિક્કો પણ મોકલવામાં આવશે. તે સંસદ ભવનના નવા મકાનમાં સ્થાપિત કરવાની વાત પણ કરવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર બીજી કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં પણ આ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Devbhumi Dwarka: દ્વારકાના જગતમંદિરને મળ્યું વર્લ્ડ અમેઝિંગ પેલેસનું સન્માન

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">