Devbhumi Dwarka: દ્વારકાના જગતમંદિરને મળ્યું વર્લ્ડ અમેઝિંગ પેલેસનું સન્માન

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના પ્રસિદ્ધ જગત મંદિરને રવિવારે યુએસએ ન્યુ જર્સીની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્લ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Devbhumi Dwarka: દ્વારકાના જગતમંદિરને મળ્યું વર્લ્ડ અમેઝિંગ પેલેસનું સન્માન
દ્વારકા જગત મંદિર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 22, 2021 | 5:00 PM

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના પ્રસિદ્ધ જગત મંદિરને રવિવારે યુએસએ ન્યુ જર્સીની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્લ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર અને શારદાપીઠના બ્રહ્મચર્ય જીની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ શીશ ઝુકાવવા આવતા હોય અને પુણ્યનું ભાથું બાંધી જાય છે. ત્યારે દ્વારકાધીશ જગત મંદિરને શનિવારના રોજ વર્લ્ડ અમેઝિંગ પ્લેસ તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન ન્યુ જર્સી (USA) સંસ્થાના ગુજરાતના ડાયરેકટર અને કો ઓર્ડીનેટરએ દ્વારકાધીશ મંદિરને વર્લ્ડ અમેઝિંગ પ્લેસનું પ્રમાણપત્ર આપ્યું હતું.

Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત
Expensive divorce : ઈન્ડિયાના સૌથી મોંઘા છૂટાછેડા આપનાર નવાઝ મોદી કોણ છે? જાણો

દ્વારકાધીશ જગત મંદિર વિશ્વ વિખ્યાત છે, ત્યારે દ્વારકા મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અંદાજિત 2,200 વર્ષ જૂની વિરાસત છે અને સરકાર દ્વારા પણ દ્વારકાના જગત મંદિર એવા દ્વારકાધીશ મંદિરને હેરિટેજ સીટીમાં સ્થાન આપ્યું છે, ત્યારે વર્લ્ડ કક્ષાએ પણ દ્વારકાની આગવી ઓળખ મળી છે ત્યારે વધુને વધુ દ્વારકાધીશના દર્શનાર્થે લોકો આવે અને વર્લ્ડ કક્ષાએ નોંધ લેવા અને વર્ષો જૂનો વારસો જળવાઈ રહે તે દિશામાં આગળ વધી જાળવી રાખવા પ્રયત્નશીલ રહેવાનો વિશ્વાસ જિલ્લા કલેકટરે વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ કહી શકાય કે દ્વારકાથી 10 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ બીચ જાહેર  કરવામાં આવ્યો છે. શિવરાજપૂર બીચના દરિયાનું પાણી, ખુબ જ સ્વચ્છ છે. આ સાથે જ દરિયાકિનારો પણ સ્વચ્છ હોય વિવિધ દરિયાઈ જીવસૃષ્ટિ, સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યોને જોઈને મનમોહિત થઈ જાય છે. શિવરાજપૂર સ્કૂબા ડાઈવિંગ માટે ખુબ જ અનુકૂળ છે. નોંધનીય છે કે, ભારતમાં 8 બીચને બ્લુ ફ્લેગ બીચનું સન્માન મળ્યું છે. જેમાં શિવરાજપુર બીચનો સમાવેશ થાય છે.

બ્લુ ફ્લેગનું સન્માન મેળવવા માટે અલગ-અલગ 33 માપદંડો હોય છે. આ માપદંડમાં ન્હાવાના પાણીની ગુણવત્તા, પર્યાવરણ, સુરક્ષા, સેવાઓ જેવી અનેક ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સન્માન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવ્યું હતું. શિવરાજપૂર બીચ પર પ્રવાસીઓના આકર્ષણ માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Holashtak 2021 : આજથી હોળાષ્ટક શરૂ, આ કામ કરવાથી મુશ્કેલીઓ થાય છે દૂર

જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા
રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા
બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">