MSP પર સરકાર દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી, લાખો ખેડૂતોને થયો ફાયદો

MSP એટલે પાકના લઘુત્તમ ટેકાના ભાવ, જેના આધારે સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરે છે.MSP ને જાહેરાત સરકાર દ્વારા વર્ષમાં બે વાર રવિ પાક અને ખરીફ પાકની ખરીદી વખતે કરવામાં આવે છે. .MSP એટલા માટે નક્કી કરવામાં આવે છે કે ખેડૂતોને કોઈ પણ સ્થિતિમાં પાકનો ઓછામાં ઓછો ભાવ મળી રહે છે.

MSP પર સરકાર દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી, લાખો ખેડૂતોને થયો ફાયદો
14 જાન્યુ. 2021 સુધી રૂ. 4772.45 કરોડની કપાસની 84,69,173 ગાંસડી ખરીદી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:16 PM

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ સીઝન દરમિયાન સરકારે જાહેર કરેલા MSP – લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન ટેકાના ભાવે ધાનની પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તમિલનાડુ, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, કેરલ, ગુજરાત, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડીશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ખરીદી સુચારુ રૂપે કરવામાં આવી રહી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ. ઓડીશા અને કર્ણાટકમાંથી સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે. 14 જાન્યુઆરી 2021 સુધી કપાસની 84,69,173 ગાંસડીની ખરીદી કરી જેની કિંમત 24772.45 કરોડ રૂપિયા થાય છે. ટેકાના ભાવે કપાસની ખરીદીથી 1725459 ખેડૂતોને લાભ થયો છે.

MSP પર ધાનની રેકોર્ડબ્રેક ખરીદી સરકારે ગતવર્ષે ટેકાના ભાવે 439.52 લાખ મેટ્રિક ટન ખરીદી કરી હતી, જેની તુલનામાં આ વર્ષે 14 જાન્યુઆરી સુધીમાં સરકારે 558.88 લાખ મેટ્રિક ટન ખરીદી કરી છે. આ વર્ષે ટેકાના ભાવે ધાનની ખરીદી ગત વર્ષ કરતા 27.15% વધુ થઇ છે. ટેકાના ભાવે ધાનનું કુલ 558.88 લાખ મેટ્રિક ટન ખરીદીમાં એકલા પંજાબમાંથી 202.77 લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે.

દાળ, તેલીબીયા અને ટોપરાની ખરીદી ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં સરકાર દ્વારા ધાન ઉપરાંત ટેકાના ભાવે દાળ, તેલીબીયા અને ટોપરાની ખરીદી કરવામાં આવી. તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, હરિયાણા ઉત્તરપ્રદેશ, ઓડીશા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાંથી મુલ્ય સમર્થન યોજના-PMS અંતર્ગત 51.66 લાખ મેટ્રિક ટન દાળ અને તેલીબીયાની ખરીદી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરલ જેવા રાજ્યો.માંથી 1.23 લાખ મેટ્રિક ટન ટોપરાની ખરીદી કરવામાં આવી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

MSP પર દાળની રેકોર્ડબ્રેક ખરીદી 14 જાન્યુઆરી 2021 સુધીમાં સરકારે નોડલ એજેન્સી મારફત ટેકાના ભાવે 1560.23 કરોડ રૂપિયાની મગ, અડદ, મગફળી અને સોયાબિનની 291566.35 લાખ મેટ્રિક ટનની રેકોર્ડબ્રેક ખરીદી કરી. ટેકાના ભાવે દાળની આ ખરીદીમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનના 1,54,980 ખેડૂતોને લાભ થયો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">