AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESIના કર્મચારીઓ માટે સરકારે શરૂ કરી આ મોટી સુવિધા, આ 4 શહેરમાં અમદાવાદનો પણ સમાવેશ

આ સુવિધા અમદાવાદ, ફરીદાબાદ, હૈદરાબાદ અને કોલકાતાની ESI હોસ્પિટલોમાં શરૂ કરવામાં આવી છે. આ સાથે કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દર યાદવે એક જૂનો ઠરાવ પાસ કર્યો છે, જેમાં ESI હોસ્પિટલ બનાવવાની માગ કરવામાં આવી હતી.

ESIના કર્મચારીઓ માટે સરકારે શરૂ કરી આ મોટી સુવિધા, આ 4 શહેરમાં અમદાવાદનો પણ સમાવેશ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 6:50 AM
Share

કેન્દ્ર સરકાર ESIC (Employees State Insurance Corporation)થી વીમો (Insurance) લીધેલા કર્મચારીઓ માટે એક મોટી સુવિધા શરૂ કરી છે. સરકારે શનિવારે દેશના 4 મોટા શહેરોના કર્મચારીઓ માટે નિવારક આરોગ્ય તપાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દર યાદવે (Union Labor Minister Bhupendra Yadav) આ નવી સુવિધા શરૂ કરી.

40 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ ESI હોસ્પિટલોમાં ફ્રી ચેકઅપ કરાવી શકશે. અત્યારે આ સુવિધા અમદાવાદ, ફરીદાબાદ, હૈદરાબાદ અને કોલકાતાની ESI હોસ્પિટલોમાં શરૂ કરવામાં આવી છે. આ સાથે કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક જૂનો ઠરાવ પાસ કર્યો છે, જેમાં ESI હોસ્પિટલ બનાવવાની માગ કરવામાં આવી હતી.

શ્રમ મંત્રી દ્વારા પસાર કરાયેલા ઠરાવ મુજબ હવે ગુરુગ્રામના માનેસરમાં 500 બેડ ધરાવતા ESIC (Employees State Insurance Corporation) હોસ્પિટલ બનાવવામાં આવશે. હાલમાં અહીં 100 બેડની હોસ્પિટલ ચાલી રહી છે, તેના બદલે 500 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે.

સરકાર વીમાનો વ્યાપ વધારશે

મીડિયા સાથે વાત કરતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું “અમે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે હેઠળ અમે ESICના વીમાધારક વ્યક્તિઓ માટે મફત તબીબી તપાસની સુવિધા આપીએ છીએ. જે દર વર્ષ, 40 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના છે. અમારુ એક સપનું છે ‘સ્વસ્થ ભારત’ નું.

અમારી પાસે લગભગ 35 કરોડ આઈપી છે. તેથી જો અમે પ્રિવેન્ટિક કેરની સાથે-સાથે ESICમાં સારવાર આપવાનું કામ ચલાવીએ તો અમે તે અભિગમ અપનાવી શકીએ છીએ. “મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે સામાજિક સુરક્ષા કોડના અમલીકરણ સાથે આગામી દિવસોમાં આઈપીની સંખ્યા વધારીને પાંચ કરોડ કરવામાં આવશે અને આ પાયલોટ પ્રોજેક્ટને વધુ વિસ્તારવામાં આવશે.

ESIC સ્થાપશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ

મંત્રીએ કહ્યું કે ESIC તેની હોસ્પિટલોને પણ સુપર સ્પેશિયાલિટીના દરજ્જા હેઠળ લાવવા માંગે છે, જેથી કરીને આવનારા દિવસોમાં અન્ય લોકોને રેફરલ્સ ઘટાડી શકાય. તેમણે સારવાર સુવિધાઓમાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને ESIC લાભાર્થીઓ માટે મોબાઈલ એપ ‘સંતુષ્ટ’ લોન્ચ કરવાની પણ વાત કરી.

યાદવે વધુમાં જણાવ્યું હતું કે પટનાના બિહટા અને રાજસ્થાનના અલવરમાં બે ESIC હોસ્પિટલોનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુરુગ્રામ (માનેસર)માં 500 બેડની ESIC હોસ્પિટલના નિર્માણ માટેના પ્રસ્તાવની મંજૂરી વિશે માહિતી આપતા, યાદવે કહ્યું કે ESICએ આ માટે જરૂરી ભંડોળ જમા કરવાની મંજૂરી આપી છે.

ઘણા રાજ્યોમાં બની રહી છે નવી હોસ્પિટલો

ESICની વિનંતી પર હરિયાણા સરકારે ફાળવણી માટે 8.7 એકર જમીનની પસંદગી કરી છે. ESICએ શનિવારે HSIIDC, માનેસર ખાતે 500 બેડ ધરાવતી ESIC હોસ્પિટલની સ્થાપના અને આ હેતુ માટે આ પ્લોટના સંપાદનની દરખાસ્તને મંજૂરી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે 100 બેડની ESIC હોસ્પિટલ બનાવવામાં આવશે.

ઉત્તર પ્રદેશ સરકારે 2 હેક્ટર જમીનના પ્લોટની પસંદગી કરી છે અને 90 વર્ષ માટે જમીનના મફત ટ્રાન્સફર માટે મંજૂરી આપી છે. ESICએ શનિવારે મેરઠમાં 100 બેડવાળા ESIC હોસ્પિટલના નિર્માણ માટે પસંદ કરવામાં આવેલી જમીનના સંપાદન માટેની દરખાસ્ત અને પ્રક્રિયાને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: આ કાળજી રાખશો તો EPFOથી મળશે 50 હજાર રૂપિયાનું વધારાનું બોનસ

આ પણ વાંચો: Summit For Democracy: સમિટથી નારાજ ચીન, ‘સરમુખત્યાર’ ડ્રેગને US લોકશાહી પર ઉઠાવ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">