Char Dham Yatra 2022 : વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર, બે વર્ષ બાદ ભક્તો માટે ખુલ્યાં કપાટ, 15 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું મંદિર

|

May 06, 2022 | 7:33 AM

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ દરવાજા ખોલવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચાર ધામ યાત્રા નિમિત્તે કેદારનાથ મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

Char Dham Yatra 2022 : વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર, બે વર્ષ બાદ ભક્તો માટે ખુલ્યાં કપાટ, 15 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું મંદિર
Kedarnath Dham

Follow us on

ઉત્તરાખંડમાં (Uttarakhand) વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ (Kedarnath) ધામના દરવાજા ખોલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ દરવાજા ખોલવાના પરંપરાગત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચાર ધામ યાત્રાના (Char Dham Yatra) અવસર પર કેદારનાથ મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. કેદારનાથ ધામના દ્વાર શુક્રવારે સવારે 6.26 કલાકે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા. હવે 6 મહિના સુધી કેદારનાથ બાબાના ભક્તો કેદાર ધામમાં તેમના દર્શન અને પૂજા કરી શકશે. આ પહેલા ગુરુવારે ભગવાન કેદારની પંચમુખી ડોળી ભક્તોના જયઘોષ સાથે કેદારધામમાં પહોંચી હતી.

અહીં મંદિર પાસે બાબાની ડોળી મૂકવામાં આવી હતી. દરવાજા ખોલ્યા બાદ બાબાની પંચમુખી મૂર્તિ કેદાર મંદિરમાં બિરાજમાન થઈ. બાબા કેદારનાથના ચાદર વિધિ અને ધાર્મિક પરંપરાઓ સાથે ખોલવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી હતી. તો બીજી બાજુ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ ભગવાનની પ્રાર્થના કરી અને બાબા કેદારના આશીર્વાદ લીધા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

પૂજા, મંત્રોચ્ચારથી દરવાજા ખોલવામાં આવ્યા

મુખ્ય પૂજારી કેદાર લિંગ દ્વારા બાબા કેદારના ઉત્સવ ડોળીની સેવા અને પૂજા કરવામાં આવી હતી. આ પછી ડોળીને શણગારવામાં આવી હતી. કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, વેદપાઠીઓ, પૂજારીઓ, હકુકધારીઓની હાજરીમાં વૈદિક પરંપરાઓ અનુસાર મંત્રોચ્ચાર કર્યા અને શુભ સમયે દરવાજા ખોલવામાં આવ્યા અને ડોળીને મંદિરમાં દાખલ કરવામાં આવી.

PMOથી થશે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ

માહિતી અનુસાર કેદારનાથથી રુદ્રપ્રયાગ અને દેહરાદૂન સુધીના PMOને એક સંકલિત નેટવર્કથી જોડવામાં આવી રહ્યું છે અને આવું પહેલીવાર થઈ રહ્યું છે કે કેદારનાથ યાત્રાને વડાપ્રધાન કાર્યાલયથી લાઈવ જોઈ શકાશે. પીએમ નરેન્દ્ર મોદી તેમની ઓફિસથી બાબા કેદારની મુલાકાત લઈ શકશે અને યાત્રાને પણ જોઈ શકશે. NICએ યાત્રાના જીવંત પ્રસારણ અને દેખરેખ માટે કેદારનાથથી સોનપ્રયાગ વચ્ચે 10 હાઈ ફ્રિકવન્સી કેમેરા લગાવ્યા છે અને આ કેમેરા દ્વારા 17 કિમી પગપાળા માર્ગના દરેક ભાગ પર નજર રાખી શકાય છે.

 

Next Article