આ વર્ષે 26 જાન્યુઆરીએ પરેડ જોવા માટે સામાન્ય જનતાની છે NO ENTRY પણ કેમ, વાંચો આ ખબર

આ વર્ષે રાજપથની પરેડમાં હાજર રહેવાથી સામાન્ય વ્યક્તિ વંચિત રહી શકે છે. ઈન્ડિયા ગેટ પાસે બની રહેલા વૉર મેમોરિયલના કારણે 2 એન્ક્લૉઝર આર્મીની અન્ડરમાં છે. જે હંમેશાં સામાન્ય લોકો માટે રિઝર્વ રહેતા હતા. 26 જાન્યુઆરીએ રાજપથ પર ઉભા રહીને દેશની આન-બાન અને શાન દર્શાવતી પરેડને આ વખતે એક સામાન્ય વ્યક્તિ કદાચ નહીં જોઈ શકે. ઈન્ડિયા […]

આ વર્ષે 26 જાન્યુઆરીએ પરેડ જોવા માટે સામાન્ય જનતાની છે NO ENTRY પણ કેમ, વાંચો આ ખબર
TV9 Web Desk3

|

Jan 07, 2019 | 10:38 AM

આ વર્ષે રાજપથની પરેડમાં હાજર રહેવાથી સામાન્ય વ્યક્તિ વંચિત રહી શકે છે. ઈન્ડિયા ગેટ પાસે બની રહેલા વૉર મેમોરિયલના કારણે 2 એન્ક્લૉઝર આર્મીની અન્ડરમાં છે. જે હંમેશાં સામાન્ય લોકો માટે રિઝર્વ રહેતા હતા.

26 જાન્યુઆરીએ રાજપથ પર ઉભા રહીને દેશની આન-બાન અને શાન દર્શાવતી પરેડને આ વખતે એક સામાન્ય વ્યક્તિ કદાચ નહીં જોઈ શકે. ઈન્ડિયા ગેટ પાસે બની રહેલા વૉર મેમોરિયલના કારણે 2 એનક્લોઝર આર્મીની અંડર છે. જે હંમેશા સામાન્ય લોકો માટે રિઝર્વ રાખવામાં આવતા.

હાલ દિલ્હી પોલીસ અસમંજસમાં છે આખરે આ દિવસોમાં એનક્લોઝરના કારણે સામાન્ય વ્યક્તિઓ ક્યા જશે. તે માટે દિલ્હી પોલીસના અધિકારીઓ સતત આર્મીના ઓફિસરો સાથે સંપર્કમાં છે. પરંતુ હાલ તેનું કોઈ સમાધાન આવતું નથી દેખાતું. આ મામલે શુક્રવારે એક મીટિંગ થઈ, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું.

સૂત્રોનું કહેવું છે કે બંને એનક્લોઝરના નંબર 13 અને 14 છે. 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન એ લોકો જ અહીં આવતા જેમની પાસે વીઆઈપી કે કોઈ પણ રીતના પાસ નહોતા રહેતા. સુરક્ષા તપાસ બાદ સામાન્ય વ્યક્તિ પરેડ જોવા અહીં પહોંચી શકે છે.

આ પણ વાંચો: મોદી સરકારે વિપક્ષ પર કરી નાખી રાજકીય ‘સર્જિકલ સ્ટ્રાઇક’, સવર્ણો માટે લીધો આ માસ્ટરસ્ટ્રોક જેવો નિર્ણય, પણ અમલ કેટલો આસાન અને કેટલો મુશ્કેલ ?

સૂત્રોએ એમ પણ કહ્યું કે આ વખતે 26 જાન્યુઆરી પર ખતરો વધુ છે. એનઆઈએ દ્વારા પકડવામાં આવેલા કથિક 10 આતંકીઓની પૂછપરછમાં પણ આ વાતનો સંકેત મળ્યા કે તેઓ 26 જાન્યુઆરીએ પણ હુમલો કરી શકે છે. દિલ્હી પોલીસે એ મામલે રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરીએ પરેડ સુરક્ષિત રીતે આયોજિત કરી શકાય.

[yop_poll id=508]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati