આતંકવાદીઓ પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમા, જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ; સુરક્ષા દળોએ પેટ્રોલિંગ વધારી દીધું

પાકિસ્તાન ફરી એકવાર ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે. ISI ભારતમાં આતંકીઓને ઘુસાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સરહદ પર આતંકવાદી ગતિવિધિઓને જોતા જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આતંકવાદીઓ પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમા, જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ; સુરક્ષા દળોએ પેટ્રોલિંગ વધારી દીધું
jammu kashmir Security forces have increased patrolling (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 9:51 AM

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI અને તેના દ્વારા પોષાયેલા આતંકવાદી સંગઠનો પુલવામા જેવા હુમલાનું પુનરાવર્તન કરવાનું નાપાક કાવતરું ઘડી રહ્યા છે. ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, VBIED (શક્તિશાળી IEDથી સજ્જ વાહન) દ્વારા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા કોઈપણ મહત્વપૂર્ણ મથક પર હુમલો કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ એલઓસી પાર પીઓકેના ફોરવર્ડ બોર્ડર વિસ્તારોમાં ઘણા લોન્ચિંગ પેડ તૈયાર કર્યા છે. તેના પર બે ડઝનથી વધુ આતંકીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. આ આતંકવાદીઓને અલગ-અલગ જૂથોમાં તૈયાર કરવામાં આવ્યા છે.

નૌગામ સેક્ટરમાં સરહદ નજીક ખર્જનમાં ચાર, ખુઇ રટ્ટામાં પાંચ અને ઉરી-બારામુલ્લાના જંગલમાં પાંચ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર બેઠા હોવાની માહિતી ગુપ્તચર સંસ્થાઓને સાંપડી છે. સૂત્રોનું માનીએ તો આ આતંકવાદીઓ પાસે ઓટોમેટિક હથિયારો છે અને છેલ્લા કેટલાક સપ્તાહમાં સરહદ પારના વિસ્તારોમાં પણ તેમની ગતિવિધિઓ જોવા મળી રહી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

આતંકવાદીઓ જૈશ અને લશ્કર કેડર સાથે સંબંધિત છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરહદ પારથી ભારતમાં ઘૂસણખોરીની તૈયારી કરી રહેલા આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનથી પાછા ફર્યા છે અને તેઓ લશ્કર અને જૈશ સાથે સંબંધિત છે. આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળોએ તેમનું પેટ્રોલિંગ વધારી દીધું છે. સરહદની આસપાસ દરેક નાની-મોટી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

વાસ્તવમાં કાશ્મીરમાં સરહદી વિસ્તારો માટે ઉનાળાના ત્રણથી ચાર મહિના ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ઠંડી અને બરફમાં ઘટાડો થયા બાદ આ મહિનામાં આતંકવાદીઓ મોટાપાયે ઘૂસણખોરી કરે છે. આ પછી, જ્યારે ઠંડી શરૂ થાય છે, ત્યારે ઘૂસણખોરી કરવી મુશ્કેલ બની જાય છે.

કાશ્મીરમાં G-20ની બેઠક યોજાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં G-20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં 22-23 મે વચ્ચે G-20 બેઠક યોજાવાની છે. સુરક્ષા સહિત અનેક મુદ્દાઓને લઈને મંગળવારે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">