Terror Attack Alert ! આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની યુપીના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી, ગુપ્તચર એજન્સી હાઈ એલર્ટ પર

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ યુપીના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે અને ત્યારબાદ રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકવાદી સંગઠને જે સ્ટેશનો પર હુમલાની ધમકી આપી છે તેમાં લખનૌ, પ્રયાગરાજ, વારાણસી અને કાનપુર સ્ટેશનનો સમાવેશ થાય છે.

Terror Attack Alert ! આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની યુપીના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી, ગુપ્તચર એજન્સી હાઈ એલર્ટ પર
railway stations (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 10:25 AM

Terror Attack Alert! દિવાળી(Diwali)ના તહેવાર પહેલા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)એ ઉત્તર પ્રદેશના મહત્વના રેલવે સ્ટેશનો (railway stations)ને ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠનની આ ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ શનિવારે મોડી રાત્રે આ ધમકી આપી હતી. જે બાદ રેલવે સ્ટેશનોની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સીસીટીવી કેમેરા દ્વારા સ્ટેશનો પર પણ ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને જીઆરપી, આરપીએફ અને ડોગ સ્કવોડ એલર્ટ મોડ પર છે.

હકીકતમાં, શનિવારે મોડી રાત્રે ગુપ્તચર વિભાગ તરફથી ઇનપુટ મળ્યો હતો કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)એ રાજ્યના 46 મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો (Railway stations)ને ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠને જે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે તેમાં લખનૌ, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર અને ગોરખપુર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળ્યા બાદ વારાણસીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી અને GRP અને RPFએ સ્ટેશન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ટ્રેનોમાં પેટ્રોલિંગ વધાર્યું

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આતંકવાદી સંગઠનની ધમકી મળ્યા બાદ ટ્રેનોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, સ્ટેશનના સુરક્ષાકર્મીઓ સતર્ક છે અને ખતરાને જોતા સ્ટેશનો (railway stations)માં વધારાના સુરક્ષાકર્મીઓને તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્ટેશનો પર સુરક્ષાકર્મીઓ સામાન અને મુસાફરોની તપાસ કરી રહ્યા છે અને ટ્રેનની અંદર ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને GRPએ તેનું પેટ્રોલિંગ વધારી દીધું છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ આતંકવાદી સંગઠને (Terrorist organization)રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી હોય. આ પહેલા અયોધ્યા અને કાશીમાં પણ આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ધમકી આપી

કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-તૈયબા (Lashkar-e-Taiba)તરફથી ધમકીઓ મળ્યા બાદ, રેલ્વે સ્ટેશનો (railway stations) પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્ટેશનમાં પ્રવેશતા અને બહાર નીકળતા મુસાફરો અને તેમના આગળની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ટ્રેનોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ધમકી મળ્યા બાદ મોડી રાતથી જ સ્ટેશન પર સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કંટ્રોલ રૂમથી સ્ટેશનો પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જીઆરપી (GRP) અને આરપીએફ (RPF)ની સાથે ડોગ સ્ક્વોડની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : LPG Cylinder New Prices: મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો, દિવાળી પહેલા LPG Cylinder 268 રૂપિયા મોંઘો થયો

g clip-path="url(#clip0_868_265)">