AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજૌરીમાં આતંકીઓના આશ્રય સ્થાનનો મળ્યો પત્તો, દરોડા પાડતા ચોંકી જવાયું, ઘીના મોટા ડબ્બામાં સંતાડેલા હતા હથિયારો

રાજૌરીના થાનમંડી ગામમાં સેનાએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. 61 રાષ્ટ્રીય રાઇફલ્સે એક સર્ચ ઓપરેશનમાં 10 UBGL ગ્રેનેડ, હથિયારો, બેટરી, ખાદ્ય પદાર્થો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. આતંકવાદીઓની ગતિવિધિઓનો પુરાવો છે. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

રાજૌરીમાં આતંકીઓના આશ્રય સ્થાનનો મળ્યો પત્તો, દરોડા પાડતા ચોંકી જવાયું, ઘીના મોટા ડબ્બામાં સંતાડેલા હતા હથિયારો
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2025 | 8:30 PM

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે સેનાને મોટી સફળતા મળી છે. આતંકવાદી પ્રવૃત્તિના ઇનપુટ પર, 61-RR (રાષ્ટ્રીય રાઇફલ્સ) એ રાજૌરીના થાનમંડી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, આતંકવાદી માટેના આશ્રયસ્થાનનુ ઠેકાણું મળી આવ્યું, જ્યાં તપાસ કરતા ગ્રેનેડ, હથિયારો-ટોર્ચમાં ઉપયોગમાં લેવાતી બેટરી, ખાદ્ય પદાર્થો અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી છે.

આતંકવાદીઓના સંતાવવાના અડ્ડામાંથી 10 UBGL ગ્રેનેડ મળી આવ્યા છે, જે એક મોટા ઘીના ડબ્બાની અંદર છુપાવેલા હતા. ફોટો ફિલ્મ નેગેટિવનું 1 પેકેટ મળી આવ્યું છે. આ સાથે, 50 નાની બેટરી, 10 ટોર્ચ બેટરી, 3 ચમચી, 1 ટૂથબ્રશ, 2 કાંસકા, 1 પ્લાસ્ટિકની તાડપત્રી, 1 ધાબળો, 1 પ્લાસ્ટિક કેન, 1 લોખંડનો ફેવિકોલ કેન અને તૂટેલા દારૂગોળાનું 1 બોક્સ મળી આવ્યું છે.

સ્થળ સીલ કરાયુ

આ સાથે, જૂના મોજા, 2 પેન, દવાઓના 2 પેકેટ, બિસ્કિટ રેપર, કાગળની વસ્તુઓ અને અન્ય સંવેદનશીલ ચીજવસ્તુઓ મળી આવી છે. આ સામગ્રી સૂચવે છે કે આ વિસ્તારનો ઉપયોગ અગાઉ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરાયો હોઈ શકે છે. હાલમાં આ જગ્યાને સીલ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળો અન્ય કોઈ પગેરુ શોધવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખે તેવી શક્યતા છે.

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર

પૂંછમાં SIA ની મોટી કાર્યવાહી

આતંકવાદ સામે સેનાના ઓપરેશનની સાથે, SIA (રાજ્ય તપાસ એજન્સી) એ મંગળવારે એક મોટી કાર્યવાહી કરી. નાર્કો આતંકવાદ સંબંધિત કેસની તપાસમાં, પૂંછમાં 2 ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે SIA એ ગાગરિયાં ગામમાં મોહમ્મદ જમીલ ઉર્ફે આકાશ અને આમિર સોહેલના ઘરોની તપાસ કરી હતી. અહીંથી અનેક ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

SIA એ 2022 માં કેસ નોંધ્યો હતો

અધિકારીઓએ જણાવ્યું હતું કે SIA જમ્મુ દ્વારા 2022 માં સરહદ પારથી દાણચોરી કરાયેલા માદક દ્રવ્યોના મોટા જથ્થાની જપ્તી બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રતિબંધિત પદાર્થ વેચીને એકઠા થયેલા પૈસાનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.

જમ્મુ કાશ્મીરને લગતા વધુ સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પર ક્લિક કરો.

સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
g clip-path="url(#clip0_868_265)">