મોદીની કાશ્મીર મુલાકાત પૂર્વે, CISF જવાનોને લઈ જતી બસ પર આતંકી હુમલો, એક જવાન શહીદ-બે ઘાયલ
CISF Bus Attacked in Jammu: જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે સવારે આતંકવાદીઓએ સીઆઈએસએફની બસ પર હુમલો કર્યો. આ બસમાં 15 જવાનો બેઠા હતા. CISFએ આતંકી હુમલાનો વળતો જવાબ પણ આપ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં CISFની બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે પરોઢના લગભગ 4.15 વાગ્યે ડ્યુટી પર રહેલા 15 CISF જવાનોની બસ પર આતંકવાદીઓએ હુમલો (Terrorist Attack) કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં CISF (Central Industrial Security Force) દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. સીઆઈએસએફના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે જવાબી કાર્યવાહીમાં આતંકીઓને ભાગવાની ફરજ પડી હતી. સીઆઈએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન એક એએસઆઈ શહીદ થયો અને અન્ય બે જવાન ઘાયલ થયા.
આવી જ બીજી ઘટના શુક્રવારે જમ્મુના બહારના વિસ્તારમાં બની હતી. અહીં આર્મી કેમ્પ પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં એક જવાન શહીદ થયો, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા. જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં સુંજવાનમાં એન્કાઉન્ટર થયું છે. આ ઘટના અંગે મળેલા સમચાર મુજબ, સુરક્ષાદળોએ ઘરમાં સંતાઈને સુરક્ષાદળના જવાનો પર ગોળીબાર કરનારા બે આંતકીઓને ઠાર માર્યા છે. જો કે આ અથડામણની ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંબા જિલ્લાની મુલાકાતના બે દિવસ પહેલા બની છે. જેના કારણે સુરક્ષા એજન્સી ચિંતા સાથે વધુ સતર્ક બની છે. જમ્મુના ADGP મુકેશ સિંહે કહ્યું, “પોલીસ અને CRPFના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું. તેણે કહ્યું કે અમને રાત્રે માહિતી મળી હતી કે આતંકવાદીઓ આ વિસ્તારમાં કંઈક કરવાની યોજના બનાવી રહ્યા છે. જે બાદ અમે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો
એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે વહેલી સવારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં એક જવાન શહીદ થયો અને ચાર ઘાયલ થયા. ADGP, જમ્મુ ઝોને જણાવ્યું હતું કે, “એનકાઉન્ટર ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. એવું લાગે છે કે તે ઘરોમાં છુપાયેલો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, અથડામણમાં અર્ધલશ્કરી દળોનો અન્ય એક જવાન ઘાયલ થયો છે. સુંજવાનમાં સુરક્ષા દળોએ તેમની હિલચાલ વધારી દીધી છે.
આ પણ વાંચોઃ
કાશ્મીરમાં આતંકીઓનો આતંક યથાવત, આતંકીઓ સાથેની અથડામણમા એક જવાન શહીદ, ચાર ઘાયલ
આ પણ વાંચોઃ