કાશ્મીરમાં આતંકીઓનો આતંક યથાવત, આતંકીઓ સાથેની અથડામણમા એક જવાન શહીદ, ચાર ઘાયલ
Jammu and Kashmir : જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે કહ્યું કે આતંકવાદીઓને (Terrorist) ઠાર મારવા સુરક્ષા દળે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલ પણ એન્કાઉન્ટર (encounter) ચાલુ છે.
જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir) માં સુરક્ષાદળો અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ (Martyred) થયો છે અને ચાર જવાન ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એન્કાઉન્ટર (Encounter) જમ્મુના સુંજવાન વિસ્તારમાં થઈ રહ્યું છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે કહ્યું કે આતંકવાદીઓને ઠાર મારવા શરુ કરાયેલા એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે. જ્યારે અન્ય ચાર જવાન ઘાયલ થયા છે. સુરક્ષા દળે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલ પણ એન્કાઉન્ટર ચાલુ છે. એવું લાગી રહ્યું છે કે ઘરમાં આતંકીઓ છુપાયા છે.
#UPDATE | 1 security force jawan martyred and 4 jawans injured in the encounter. We had cordoned off the area in the night. Encounter still underway (in Sunjwan area of Jammu). Terrorists seem to have hidden in a house: Mukesh Singh, ADGP Jammu Zone pic.twitter.com/sHN7isoyDL
— ANI (@ANI) April 22, 2022
પીએમ મોદીની મુલાકાતના બે દિવસ પહેલા એન્કાઉન્ટર
ગઈકાલે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ વિશે માહિતી મળતાં, સુરક્ષા દળોએ ગુરુવારે વહેલી સવારે બારામુલ્લાના પરિસવાની ગામમાં ઓપરેશન શરૂ કર્યું. આ અથડામણમાં 3 જવાન અને 1 નાગરિક ઘાયલ થયા છે. આ સાથે લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. એક આતંકીની ઓળખ આતંકી યુસુફ કંત્રુ તરીકે થઈ છે. તે તાજેતરમાં બડગામ જિલ્લામાં એક SPO અને તેના ભાઈ સહિત સુરક્ષા દળના જવાન અને એક નાગરિકની હત્યામાં સામેલ હતો. જણાવી દઈએ કે, 10 ફેબ્રુઆરી 2018ના રોજ ત્રણ JeM આતંકવાદીઓએ સુંજવાન આર્મી કેમ્પમાં ઘૂસણખોરી કરી હતી. આ અથડામણમાં છ જવાનો સહિત સાત લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતા.
ત્રાસવાદીના પિતાને અપીલ કરવામાં આવી હતી
અત્યારે પણ અહીં 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ પહેલા બારામુલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકીના પિતાને સ્થળ પર બોલાવીને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. આતંકવાદીના પિતાએ વારંવાર અપીલ કરી હતી કે જો તે આત્મસમર્પણ કરશે તો તેના પર કોઈ ગોળીબાર નહીં કરે. બારામુલ્લામાં જ એક હૃદયસ્પર્શી વીડિયોમાં પિતાએ પોતાના આતંકવાદી પુત્રને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. પિતાએ આતંકવાદી પુત્ર ફૈઝલને આત્મસમર્પણ કરવાની વિનંતી કરી. વીડિયોમાં સાંભળી શકાય છે કે પિતા વારંવાર તેના આતંકી પૂત્રને સરેન્ડર કરવા માટે કહી રહ્યા છે. પિતાએ કહ્યું, ‘આત્મસમર્પણ કરી દે, અહીં કોઈ તારા પર ગોળીબાર નહીં કરે.
આ પણ વાંચોઃ
CBIએ ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, જાણો શું છે NSE SCAM
આ પણ વાંચોઃ