Terror in Kashmir : બોરિયા બિસ્તરા લઈને કાશ્મીર છોડવા અનેકને ધમકી ! કાશ્મીરમાં 1990ની સ્થિતિ ફરીથી સર્જવાના કાવત્રુ
લગભગ બે ડઝન પરિવારો કાશ્મીર ખીણ પ્રદેશથી પરત ફર્યા છે જ્યા તેઓ લઘુમતીમાં હતા. તેમની વચ્ચે ઘણા સરકારી કર્મચારીઓ પણ છે. આનો અર્થ એ થયો કે કાશ્મીરમાંથી બિન-મુસ્લિમોને ફરી કાઢી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ 1990 ના દાયકાની યાદ અપાવે છે. કાશ્મીરમાં ચાર લઘુમતીઓની હત્યા નવી નથી. માત્ર લઘુમતીઓ જ નહીં, મુસ્લિમો પણ માર્યા ગયા છે. જો આપણે આંકડાઓની રમત પર જઈએ તો મૃત્યુ પામનારાઓમાં કાશ્મીરી મુસ્લિમો પણ હજારોની સંખ્યામાં છે.
શું ઇતિહાસનું પુનરાવર્તન થશે ? કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે પોતાના માટે અચ્છે દિનની આશા રાખીને આ પ્રશ્ન ફરી એકવાર બિન-મુસ્લિમ સમુદાય સામે ઉભો છે. પ્રશ્ન વાજબી છે, કારણ કે માત્ર ત્રણ દિવસમાં આતંકવાદીઓએ પાંચ લોકોની હત્યા કરી છે. આમાંથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ધરાવતા શ્રીનગરમાં જ ચારના મોત થયા છે. મૃતકોમાં ત્રણ લઘુમતી છે. આ જ કારણ છે કે થોડા દિવસો પહેલા, જ્યા મોડી રાત્રી સુધી બજારો ધમઘમતા હતા તે બજારો આજે સુમસામ છે. આ સ્થિતિ જ કાશ્મીરની સમગ્ર પરિસ્થિતિની વાત જણાવે છે.
કાશ્મીર ખીણ પ્રદેશથી લગભગ 23 પરિવારો તેમના બોરીયા બિસ્તરા લઈને જમ્મુ પહોંચ્યા હોવાના અહેવાલ છે. વહીવટીતંત્રે કાશ્મીર ખીણમાં કાશ્મીરી હિન્દુઓને 10 દિવસની રજા આપી છે, જેથી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ તેમની વસાહતોમાં અથવા કાશ્મીર ખીણ પ્રદેશની બહાર તેમના સંબંધીઓ સાથે સુરક્ષીત રહી શકે. આજે જે પરિસ્થિતિ છે 1990 ના દાયકાની યાદ અપાવે છે.
કાશ્મીરમાં ચાર લઘુમતીઓની હત્યા નવી નથી. માત્ર લઘુમતીઓ જ નહીં, મુસ્લિમો પણ માર્યા ગયા છે. જો આપણે મૃતકો કે આતંકીઓનો ભોગ બનેલાઓના આંકડાઓની પર નજર કરીએ તો મૃત્યુ પામનારાઓમાં કાશ્મીરી મુસ્લિમો પણ હજારોની સંખ્યામાં છે. લઘુમતીઓ આ વર્ષે અત્યાર સુધીમાં માર્યા ગયેલા 28 લોકોમાંથી માત્ર છ-સાતની ગણતરી થાય છે. થોડા સમય માટે, આવા હુમલાઓની માહિતી માત્ર ગુપ્તચર એજન્સીઓમાં જ નહીં પણ સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બની હતી, જેમ 1990 માં આતંકવાદી હિંસા શરૂ થયા પહેલા કાશ્મીરમાં કંઈક મોટું થવાની વાત ચાલી રહી હતી.
ફરીથી બિન-મુસ્લિમોને હાંકી કાઢવાનું કાવતરું J&K બાબતોના નિષ્ણાતના જણાવ્યાનુસાર કાશ્મીર 1990 જેવું દેખાવા લાગ્યું છે. ગત રાત્રે લગભગ બે ડઝન પરિવારો કાશ્મીર ખીણ પ્રદેશથી પરત ફર્યા છે જ્યા તેઓ લઘુમતીમાં હતા. તેમની વચ્ચે ઘણા સરકારી કર્મચારીઓ પણ છે. આનો અર્થ એ થયો કે કાશ્મીરમાંથી બિન-મુસ્લિમોને ફરી કાઢી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
ખીણ પ્રદેશમાં બિન-મુસ્લિમોને રોકવા મુશ્કેલ બનશે આ હત્યાઓ માત્ર કાશ્મીરની સ્થિતિ દર્શાવવા માટે આતંકવાદી કાવતરું નથી. કાશ્મીરમાંથી બિન-મુસ્લિમોને ભગાડવા અને તેમની વચ્ચે ભય પેદા કરવા માટે માખન લાલ બિન્દરૂ, વીરેન્દ્ર પાસવાન, સુપિન્દર કૌર અને દીપક ચંદની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે છેલ્લા વર્ષમાં કાશ્મીરમાં મંદિરો પર પેટ્રોલ બોમ્બ હુમલાથી માંડીને હિંસાની ઘણી ઘટનાઓ બની હતી. 1990 પહેલા પણ આવી ઘટનાઓ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. આ પછી, કાશ્મીરી સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો, ટીકાલાલ ટપ્લુ, સર્બાનંદ પ્રેમી, નીલકંઠ ગજુ વગેરેની હત્યાની શ્રેણી શરૂ થઈ. તમે ભૂતકાળમાં થયેલી હત્યાઓને આ સંદર્ભમાં જોઈ શકો છો. જો આ હત્યાઓ બંધ નહીં થાય તો કાશ્મીર ખીણમાં હિન્દુઓ કે બિન મુસ્લિમોને રોકવા મુશ્કેલ બનશે.
આ પણ વાંચોઃ કાશ્મીરને લઈને દિલ્લીમાં મહત્વની બેઠક, અમિત શાહ બનાવાશે ખાસ રણનીતિ
આ પણ વાંચોઃ પોલીસ પકડવા આવી તો ઝાડ પર ચઢી ગયો આરોપી, 24 કલાક સુધી પોલીસ નીચે ઉતારવા પ્રયત્નો કરતી રહી