પોલીસ પકડવા આવી તો ઝાડ પર ચઢી ગયો આરોપી, 24 કલાક સુધી પોલીસ નીચે ઉતારવા પ્રયત્નો કરતી રહી

24 કલાકથી વધુ સમય પછી પણ, માણસ ઝાડ પર ચઢી રહ્યો. આ દરમિયાન ઝાડ નીચે ઉભેલા પોલીસકર્મીઓ તેને નીચે ઉતરવાની વિનંતી કરતા રહ્યા. ઝાડ પર ચઢેલો વ્યક્તિ નીચે ન ઉતરવાની જીદ સાથે બૂમો પાડતો રહ્યો

પોલીસ પકડવા આવી તો ઝાડ પર ચઢી ગયો આરોપી, 24 કલાક સુધી પોલીસ નીચે ઉતારવા પ્રયત્નો કરતી રહી

વ્યક્તિ ગુનો તો કરી દે છે, પરંતુ જ્યારે પોલીસ તેની પાછળ પડે છે, ત્યારે તેને ભાન પડે છે કે તેણે શું કર્યુ છે. પોલીસથી બચવા માટે આવા હોંશિયાર લોકો દરેક યુક્તિ અજમાવે છે. પરંતુ કેટલીકવાર કોઈ વ્યક્તિ ગુનો કર્યા પછી એવી જગ્યાએ છુપાય છે, જેના વિશે સાંભળ્યા પછી જ લોકો હસી પડે. અમેરિકામાં એક વ્યક્તિ પર તેની ગર્લફ્રેન્ડને માર મારવાનો અને તેની માતાને ધમકી આપવાનો આરોપ લાગ્યો હતો.

પરંતુ જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી તો તે માણસ એક ઝાડ પર ચઢીને બેસી ગયો. લાખ પ્રયત્નો કર્યા પછી પણ તે ઝાડ પરથી નીચે આવવા તૈયાર ન હતો.

એક અહેવાલ મુજબ, 24 કલાકથી વધુ સમય પછી પણ, માણસ ઝાડ પર ચઢી રહ્યો. આ દરમિયાન ઝાડ નીચે ઉભેલા પોલીસકર્મીઓ તેને નીચે ઉતરવાની વિનંતી કરતા રહ્યા. ઝાડ પર ચઢેલો વ્યક્તિ નીચે ન ઉતરવાની જીદ સાથે બૂમો પાડતો રહ્યો કે “હવે દુનિયા જોઈ રહી છે”. આ કિસ્સો ન્યુ યોર્ક સિટીનો છે, જ્યાં માતાને ધમકી આપવાનો આરોપ લાગ્યા બાદ પોલીસ 44 વર્ષીય વ્યક્તિના ઘરે તેને પકડવા પહોંચી હતી. પોલીસને ફરિયાદ મળી હતી કે તેણે એક અઠવાડિયા પહેલા તેની 50 વર્ષની ગર્લફ્રેન્ડ પર પણ હુમલો કર્યો હતો.

પોલીસ ઘરે પહોંચતા જ તે વ્યક્તિ તેના ઘરની છત પર ચઢી ગયો હતો. અહીંથી ફરીથી તે છત સાથે જોડાયેલા લગભગ 30 ફૂટ ઉંચા વૃક્ષ પર ચઢી ગયો. ઝાડ પર ચઢતા જ તે જોર જોરથી ચીસો પાડવા લાગ્યો. આરોપી વ્યક્તિ ઝાડ પર ચડતો રહ્યો. જો કે, આ દરમિયાન પોલીસ દ્વારા તેને ઉતારવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. બુધવારે પોલીસ તેને પકડવા પહોંચી હતી. પોલીસ પર વિશ્વાસ ન હોવાથી આરોપી નીચે ઉતરવાના મૂડમાં હોય તેમ લાગતું ન હતુ. સાથોસાથ, પાડોશીએ દાવો કર્યો હતો કે પહેલા જ્યારે તે બે વર્ષ માટે જેલમાં ગયો હતો ત્યારે પોલીસે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. ઘણા લોકોને શંકા છે કે કદાચ આરોપી પોલીસથી ડરે છે.

આ પણ વાંચો –

Lakhimpur Kheri Violence: આજે પોલીસ સમક્ષ હાજર થશે આશિષ મિશ્રા, ગૃહ રાજ્ય મંત્રીએ કર્યો દીકરાનો બચાવ, જાણો અત્યાર સુધીની દરેક અપડેટ

આ પણ વાંચો –

દેશી જુગાડ ! થાંભલા પર ચઢવા વ્યક્તિએ બનાવી એવી ચપ્પલ, લોકો જોઇને બોલ્યા ‘આ ટેક્નોલોજી દેશની બહાર ન જવી જોઇએ’

આ પણ વાંચો –

Rescue Video : યમુનાના દલદલમાં ફસાઇ વ્યક્તિ, દિલ્લી પોલીસના જવાને બહાદૂરી પૂર્વક બચાવ્યો જીવ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati