Telangana: 11માં પગાર સુધારણા પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, વયનિવૃત્તિ 61 વર્ષ કરાઈ

Telangana: લગભગ બે વર્ષથી રાહ જોતા તેલંગાણાના સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ પૂરી કરતાં મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે (CM KCR) સોમવારે વિધાનસભામાં 11માં પગાર સુધારણા પંચ (PCR)ની જાહેરાત કરતાં રાજ્યના સરકારી કર્મચારીઓના પગારમાં 30%નો વધારો કરવાની જાહેરાત કરી ડબલ બોનસ આપ્યું છે.

Telangana: 11માં પગાર સુધારણા પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, વયનિવૃત્તિ 61 વર્ષ કરાઈ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 22, 2021 | 9:24 PM

Telangana: લગભગ બે વર્ષથી રાહ જોતા તેલંગાણાના સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ પૂરી કરતાં મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે (CM KCR) સોમવારે વિધાનસભામાં 11માં પગાર સુધારણા પંચ (PCR)ની જાહેરાત કરતાં રાજ્યના સરકારી કર્મચારીઓના પગારમાં 30%નો વધારો કરવાની જાહેરાત કરી ડબલ બોનસ આપ્યું છે. આ ઉપરાંત 2018ની ચૂંટણીઓ પૂર્વે આપેલા વચન મુજબ વયનિવૃત્તિની મર્યાદા 58 વર્ષથી વધારીને 61 વર્ષ કરી છે.

રાજ્યના 9,17,797 કર્મચારીઓને મળશે લાભ 11માં પગાર સુધારણા પંચની જાહેરાત કરતાં મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ, શિક્ષકો, પેન્શનરો, કરાર આધારિત અને આઉટસોર્સ સ્ટાફ, વિદ્યા સ્વયંસેવકો, કેજીબીવી અને સર્વ શિક્ષા અભિયાન સ્ટાફ, આશા અને આંગવાડી કાર્યકરો, એસઈઆરપી કર્મચારીઓ, હોમગાર્ડ્સ, વીઆરએ, વીએઓ, દૈનિક વેતનવાળ અને વર્ક-ચાર્જ સ્ટાફ તેમજ ગ્રાન્ટ-ઈન-એઈડ કામદારો સહિત રાજ્યના કુલ 9,17,797 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

1 એપ્રિલથી લાગુ થશે પગાર વધારો 11મું પગાર સુધારણા પંચ આગામી 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે અને અગાઉના 12 મહિનાના બાકીદારોને તેમના નિવૃત્તિ લાભો સાથે ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યસચિવ સોમેશ કુમારની આગેવાની હેઠળની સમિતિ અને અનેક કર્મચારીઓ/શિક્ષક સંઘો સાથે તેમની અંગત મિટીંગો દ્વારા યોજાયેલા યુનિયનો સાથે અનેક તબક્કાની ચર્ચા બાદ 30% પગાર વધારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારીને કારણે વિલંબ તેલંગણાની રચના અને તેના પુન:નિર્માણ માટેના રાજ્યના આંદોલનમાં કર્મચારીઓની ભૂમિકા અને યોગદાનને યાદ કરીને મુખ્યપ્રધાને કહ્યું. “2014માં 10માં પગાર સુધારણા પંચમાં અમે (સરકારે) તેમને 43% વધારો આપ્યો હતો. COVID-19 મહામારીની અસરને કારણે દેશ અને વિશ્વની સાથે રાજ્યની અર્થવ્યવસ્થા પર થઈ હતી, જેને કારણે 11માં પગાર સુધારણા પંચની જાહેરાત અને અમલીકરણમાં પણ વિલંબ થયો હતો.

નિવૃત્ત કર્મચારીઓ માટે કરી મહત્વની જાહેરાત 11માં પગાર સુધારણા પંચની જાહેરાત કરતાં મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી. નિવૃત્ત કર્મચારીઓ માટેની એક મોટી જાહેરાત કરતાં મુખ્યપ્રધાને કહ્યું કે પેન્શનમાં 15% વધારાની માત્રામાટેની વયમર્યાદા હાલના 75 વર્ષથી ઘટાડીને 70 વર્ષ કરવામાં આવશે. તેવી જ રીતે, નિવૃત્ત કર્મચારીઓને ચૂકવવામાં આવેલી મહત્તમ ગ્રેચ્યુટી હાલના 12 લાખથી વધારીને 16 લાખ કરવામાં આવશે.

આ ઉપરાંત પેન્શન યોજના હેઠળ ફાળો આપનાર કર્મચારીઓનું ફેમિલી પેન્શન લંબાવાશે. આ સાથે જ મુખ્યપ્રધાને કસ્તુરબા ગાંધી બાલિકાવિદ્યાલય (KGBV)માં કામ કરતી મહિલા કર્મચારીઓને 180 દિવસની મેટરનીટી લિવની પણ જાહેરાત કરી.

આ પણ વાંચો: નવાઝ શરીફની દીકરીનો ઈમરાન ખાન સરકાર પર હુમલો, કહ્યું મોદી સામે ચાલીને આવ્યા હતા ઘરે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">