AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu Assembly Election 2021: AIADMK-BJPની સરકાર આઉટ, DMK-INC ઈન, એમ.કે.સ્ટાલિન મુખ્યમંત્રી બનશે

Tamil Nadu Assembly Election 2021: તમિલનાડુમાં એમ.કે.સ્ટાલિનનો જાદુ ચાલી ગયો છે. દ્રવિડ રાજનીતિના પુરોગામી ડીએમકેના ગઠબંધને સવારે 11.15 વાગ્યા સુધીમાં 234માંથી 133 સીટો પર સરસાઈ મેળવી લીધી છે.

Tamil Nadu Assembly Election 2021: AIADMK-BJPની સરકાર આઉટ, DMK-INC ઈન, એમ.કે.સ્ટાલિન મુખ્યમંત્રી બનશે
| Updated on: May 02, 2021 | 5:28 PM
Share

Tamil Nadu Assembly Election 2021: તમિલનાડુમાં એમ.કે.સ્ટાલિનનો જાદુ ચાલી ગયો છે. દ્રવિડ રાજનીતિના પુરોગામી ડીએમકેના ગઠબંધને સવારે 11.15 વાગ્યા સુધીમાં 234માંથી 133 સીટો પર સરસાઈ મેળવી લીધી છે. ગત વિધાનસભા ચૂંટણીના મુકાબલે તેને 35થી 40 સીટોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે AIADMK અને BJPના ગઠબંધનને 100 સીટોનો આંકડો સ્પર્શવામાં મુશ્કેલી નજરે પડી રહી છે.

જયલલિતા અને કરુણાનિધિના નિધન પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં અહીં મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. ઈ પલાનીસામીની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે. પલાનીસામીની પાર્ટી AIADMK અત્યાર સુધીના રુઝાનોમાં બહુમતીના આંકડોઓથી ઘણી પાછળ જોવા મળી રહી છે. જો AIADMKની હાર થાય છે તો તેની નેગેટિવ અસર પાર્ટીના ભવિષ્ય પર પડે તેવી શકયતા છે. પાર્ટીમાં ફરીથી ફૂટ પડે તેવી શકયતા છે. જયલલિતા પછીથી જ AIADMKમાં બધુ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. આ વખતે AIADMK અને BJP મળીને ચૂંટણીના મેદાનમાં હતા.

જયલલિતાની ખૂબ જ નજીકની ગણાતી શશિકલાને પાર્ટીના સિનિયર નેતાઓએ મુખ્યમંત્રી બનાવવાથી ઈન્કાર કર્યો તો તેના ભત્રીજા ટીટીવી દિનાકરને પોતાની અલગ પાર્ટી AMMK બનાવી લીધી. આ રીતે સરકારમાં ડેપ્યુટી CM રહેલા પનીરસેલ્વમ પણ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. હવે આ વખતે ચૂંટણી હાર્યા પછીથી ફરીથી પાર્ટીમાં ફૂટ પડી શકે છે. બીજી તરફ DMK અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનવાનુ લગભગ નક્કી જ છે. DMKના એમ કે સ્ટાલિન પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે.

તમિલનાડુમાં અનેક દાયકાઓ પછી પ્રથમવાર કરૂણાનિધિ અને જયલલિલતાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાઈ. એવામાં DMKના આ દેખાવથી સ્ટાલિન આ બે દિગ્ગજો પછી રાજ્યના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થઈ જશે. DMKના એમ.કે.સ્ટાલિન અને AIADMKના ટીટીવી દીનાકરન રાજ્યમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર મનાતા હતા.

2016માં બીજીવાર સીએમ બન્યા હતા જયલલિતા 234 સીટોવાળી તમિલનાડુ વિધાનસભામાં 2016માં AIADMKએ 134 સીટો પર જીત મેળવી હતી. તેના પછી જયલલિતા સતત બીજીવાર સીએમની ખુરશી પર બેઠા. ગત ચૂંટણીમાં કરૂણાનિધિની આગેવાનીમાં રહેલી ડીએમકેના ખાતામાં 98 સીટો આવી હતી.

પલાનીસ્વામી પાસે AIADMKની કમાન 5 ડિસેમ્બર, 2016ના રોજ જયલલિતાના નિધન પછી ઓ. પનીરસેલ્વમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ તેઓ માત્ર 73 દિવસ જ ખુરશી પર રહી શક્યા. 16 ડિસેમ્બર, 2017ના રોજ ઈ. પલાનીસ્વામી રાજ્યના સીએમ બન્યા. તેના પછીથી જ AIADMKની કમાન પલાનીસ્વામીના હાથમાં છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">