ગુજરાતમાં 10 માર્ચથી શરૂ થશે ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી

ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ઉત્પાદકોની ખરીદી અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી 10 માર્ચ, 2023 ના રોજથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થવાની છે. જે સંદર્ભે ખરીદી માટેના આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીઓની કૃષિ મંત્રીએ આ બેઠકમાં સમીક્ષા કરી હતી

ગુજરાતમાં 10 માર્ચથી શરૂ થશે ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી
Chana MSP Purchase
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 9:22 PM

ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ઉત્પાદકોની ખરીદી અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી 10 માર્ચ, 2023 ના રોજથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થવાની છે. જે સંદર્ભે ખરીદી માટેના આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીઓની કૃષિ મંત્રીએ આ બેઠકમાં સમીક્ષા કરી હતી.કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ ૨,૫૦૦ કિ.ગ્રા. એટલે કે, ૧૨૫ મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે 135, ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5550, ચણા માટે 2,20,175 અને રાયડા માટે 10,164 ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર માટે રૂપિયા 6600 પ્રતિ ક્વિ., ચણા માટે રૂપિયા 5335 પ્રતિ ક્વિ. અને રાયડા માટે રૂ. 5450 પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે પી.એસ.એસ. હેઠળ તુવેર માટે  1,00, 196 ચણા માટે  3,88,000  અને રાયડા માટે  1,25,300 મેટ્રિક ટન જથ્થો મંજૂર કર્યો છે. આ ઉપરાંત ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડ્લ એજન્સી તરીકે ગુજકોમાસોલ અને તુવેરની ખરીદી માટે ઈન્ડીએગ્રો કંસોર્ટીયમ પ્રોડ્યુસર કમ્પની લી.ની નિમણુંક કરવામાં આવી છે.

અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ

આ પણ વાંચો : ગુજરાત સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત,ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઇની લધુત્તમ ટેકાના ભાવથી સીધી ખરીદી કરાશે

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
g clip-path="url(#clip0_868_265)">