સુરતની આ મહિલાઓ જે સફર ખેડવાની છે તેના વિશે જાણીને તમને એક ગુજરાતી તરીકે ગર્વ થશે!
સુરતની બાઇકિંગ ક્વિન્સ દેશ અને દુનિયામાં જાણીતી બન્યા બાદ ફરી એકવાર ગૌરવયાત્રાના પર નિકળશે. આ યાત્રામાં તેઓ દુનિયાના ત્રણ ખંડ અને 25 દેશોની યાત્રા કરશે. યાત્રામાં તેઓ બાઈક લઈને હિમાલયની તળેટી એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીની ઊંચાઈ પર જશે અને ત્યાંથી કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં રણપ્રદેશમાં તથા એશિયા અને યુરોપ સહિત આફ્રિકાના દેશોમાં બાઈક યાત્રા કરશે. યાત્રા દરમિયાન […]
સુરતની બાઇકિંગ ક્વિન્સ દેશ અને દુનિયામાં જાણીતી બન્યા બાદ ફરી એકવાર ગૌરવયાત્રાના પર નિકળશે. આ યાત્રામાં તેઓ દુનિયાના ત્રણ ખંડ અને 25 દેશોની યાત્રા કરશે. યાત્રામાં તેઓ બાઈક લઈને હિમાલયની તળેટી એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીની ઊંચાઈ પર જશે અને ત્યાંથી કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં રણપ્રદેશમાં તથા એશિયા અને યુરોપ સહિત આફ્રિકાના દેશોમાં બાઈક યાત્રા કરશે.
યાત્રા દરમિયાન બાઇકિંગ ક્વિન્સ સંબંધિત દેશના એલચી કચેરી અને હાઈ કમિશનરને મળશે. તેમ જ ત્યાં વસેલા ભારતીય સમાજના લોકોને મળશે.. જો કે મહત્વનું છે કે સમગ્ર 25 હજાર કિમીની યાત્રા 90 દિવસમાં પુર્ણ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આગામી પાંચમી જૂનથી બાઈકિંગ ક્વીન ડૉ. સારિકા મહેતાના નેજા હેઠળ અન્ય ગૃહિણી જીનલ શાહ અને વિદ્યાર્થિની ઋતાલી પટેલ ત્રણ ખંડના પ્રવાસે ઊપડશે. પાંચમી જૂને વારાણસીથી બાઈકિંગ ક્વીન્સ પોતાની સફર શરૂ કરશે. ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ બાઈકિંગ ક્વીન્સની નારી ગૌરવયાત્રાની સફરને પ્રસ્થાન કરાવશે.
આ પણ વાંચો: સુરતની પહેલી ઈન્ટરનેશનલ ફલાઈટના પાયલટ વિશે જાણીને સુરતવાસીઓને ગર્વ થશે, જાણો કોણ લેન્ડ કરાવશે આ પહેલી ફલાઈટ?
આગામી સફરમાં તેઓ બાઈક લઈને હિમાલયની તળેટી એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી ઊંચાઈ પર જશે અને ત્યાંથી કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં રણપ્રદેશમાં બાઈક સફર કરશે. એશિયા અને યુરોપ સહિત આફ્રિકાના દેશોમાં જશે. દુનિયાના ત્રણ ખંડો સાથે બાઈક ઉપર 25 દેશો ફરી વળશે. આ દરમિયાન સંબંધિત દેશના એલચી કચેરી અને હાઈ કમિશનરને મળશે. તેમ જ ત્યાં વસેલા ભારતીય સમાજના લોકોને મળશે.
25 દિવસમાં તેઓ 25 હજાર કિમીની યાત્રા કરશે. 90 દિવસમાં આ પ્રવાસ તેઓ પૂર્ણ કરશે..જીનલ શાહ અને ૠતાલી પટેલની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય રાઇડિંગ છે. ડો.સારિકા જીજ્ઞેશ મેહતા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, સાથે એ પર્વતારોહી પણ છે, બે બાળકોની માતા છે. જીનલ જેનીશ શાહ ગૃહિણી છે અને બે બાળકોની માતા છે. ૠતાલી દિલીપ પટેલ BCA ભણી છે અને હવે MBA કરી રહી છે. સ્ત્રી અસુરક્ષિત છે એ ગ્રંથિ તોડવા માટે તેઓ નીકળી રહ્યા છીએ.