સુપ્રીમની સૈન્યમાં મહિલાઓના કાયમી કમિશનમાં ભેદભાવ પર આકરી ટિપ્પણી: જાણો શું કહ્યું SCએ

સુપ્રીમે કહ્યું સૈન્યમાં ઘણી મહિલા અધિકારીઓને તંદુરસ્તીના આધારે કાયમી કમિશન આપવામાં આવતું નથી. મહિલા અધિકારીઓને ફીટનેસ અને બોડીના આકારના આધારે કાયમી કમિશન ન આપવું યોગ્ય કહી શકાય નહીં.

સુપ્રીમની સૈન્યમાં મહિલાઓના કાયમી કમિશનમાં ભેદભાવ પર આકરી ટિપ્પણી: જાણો શું કહ્યું SCએ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 25, 2021 | 3:53 PM

2020 ફેબ્રુઆરીના તેના નિર્ણય છતાં સૈન્યમાં ઘણી મહિલા અધિકારીઓને તંદુરસ્તીના આધારે કાયમી કમિશન આપવામાં આવતું નથી. આ બાબતને સુપ્રીમ કોર્ટે યોગ્ય જણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલે દિલ્હી હાઈકોર્ટનો પહેલો નિર્ણય 2010 માં આવ્યો હતો. સેનાએ તેનો અમલ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે પણ આ જ નિર્ણય આપ્યો હતો. હવે મૂળ નિર્ણયના 10 વર્ષ બાદ પણ મહિલા અધિકારીઓને ફીટનેસ અને બોડીના આકારના આધારે કાયમી કમિશન ન આપવું યોગ્ય કહી શકાય નહીં.

સુનાવણી દરમિયાન બેંચે કરી ટીકા

જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને એમઆર શાહની બેંચે આ બાબતની ટીકા કરી હતી. ટીકા કરતા કહ્યું કે જુના એસીઆર અને શારીરિક તંદુરસ્તીના શેપ – 1 માપદંડને મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાની બાબતમાં આધાર બનાવવામાં આવી રહ્યા છે. ન્યાયાધીશોએ કહ્યું કે 45 થી 50 વર્ષની મહિલા અધિકારીઓની તંદુરસ્તીનું ધોરણ 25 વર્ષના પુરુષ અધિકારીઓના સમાન રાખવામાં આવ્યું છે. આ ભેદભાવ છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

મહિલાઓને સમાન તકો આપ્યા વિના રસ્તો નીકળી શકે એમ નથી – સુપ્રીમ કોર્ટ

137 પાનાના ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ ઘણી મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવામાં આવતું નથી. જેમણે ભૂતકાળમાં તેમની સેવા દ્વારા સેના અને દેશ માટે આદર મેળવ્યું છે. દરેક જગ્યાએ થઇ રહેલા મહિલાઓ સાથેના ભેદભાવ અંગે ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું, “આપણી સામાજિક વ્યવસ્થા પુરુષો માટે પુરુષોએ બનાવેલી છે. આમાં સમાનતાની વાત જ જુઠી છે. આપણે આમાં બદલાવ લાવવો પડશે. મહિલાઓને સમાન તકો આપ્યા વિના કોઈ રસ્તો નીકળી શકે એમ નથી.”

કોર્ટે સેનાને 1 મહિનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવા પર વિચારણા કરવા અને 2 મહિનામાં અંતિમ નિર્ણય લેવા માટે જણાવ્યું છે. આ નિર્ણયથી આશરે 150 મહિલા અધિકારીઓને લાભ થવાની આશા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે તબીબી તંદુરસ્તીના ધોરણને નકારી રહ્યું નથી. ફક્ત આ ખાસ કિસ્સામાં થોડી છૂટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આ મહિલાની ઈમાનદારી પર તમે પણ થઇ જશો ફિદા, જાણો કેવી રીતે 6 કરોડની લોટરી તેના માલિક સુધી પહોંચાડી

આ પણ વાંચો: Crude Oil Import of India: ઓપેક દેશોએ ધર્મેન્દ્ર પ્રધાનની વાત ના સાંભળી, તો ભારતે ક્રૂડ ઓઇલ માટે શોધી લીધું નવું સ્થાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">