સુપ્રીમની મોટી ટિપ્પણી: દલિત સામેના ગુનામાં SC/ST Act ની કલમો આપમેળે લગાવવી જોઈએ નહીં

સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે કોઈ પણ ગુનામાં, જે દલિત વર્ગના સદસ્ય વિરુદ્ધ કરવામાં આવ્યો છે, તેમાં એસસી / એસટી કાયદાની કલમો આપમેળે માત્ર એટલા માટે ના લગાવી શકાય કેમ કે પીડિત દલિત વર્ગનો છે.

સુપ્રીમની મોટી ટિપ્પણી: દલિત સામેના ગુનામાં SC/ST Act ની કલમો આપમેળે લગાવવી જોઈએ નહીં
Supreme Court
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 3:41 PM

સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે કોઈ પણ ગુનામાં, જે દલિત વર્ગના સદસ્ય વિરુદ્ધ કરવામાં આવ્યો છે, તેમાં એસસી / એસટી કાયદાની કલમો આપમેળે માત્ર એટલા માટે ના લગાવી શકાય કેમ કે પીડિત દલિત વર્ગનો છે. એસસી / એસટી કાયદાની કલમ 3 (2) (5) ત્યારે જ લગાવવામાં આવી શકે છે જ્યારે તે દલિત હોવાને કારણે તેના પર ગુનો આચરવામાં આવ્યો હોવાનું બહાર આવે છે.

કલમ 3 (2) (5) કહે છે કે બિન અનુસૂચિત જાતિ અથવા જાતિ સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા જાતિના કોઈ પણ વ્યક્તિ સામે ગુનો કરે છે, તો તેમાં દસ વર્ષની કેદ કે તેનાથી વધુ કારાવાસ અથવા દંડની જોગવાઈ છે, આવી વ્યક્તિને આજીવન કેદની સજા અને દંડની સજા થઇ શકે.

ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ એમઆર શાહની ખંડપીઠ સમક્ષ અરજદાર એકમાત્ર આરોપી હતો, જેણે 2011 માં પોતાના ઘરે 20 વર્ષની જન્મથી અંધ છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. તેની સામે આઈપીસીની કલમ 376 (1) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની કલમ 3 (2) (5) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે સજાની પુષ્ટિ કરી

વર્ષ 2013માં, ટ્રાયલ કોર્ટે આરોપીને કલમ 376 (1) આઈપીસી અને એસસી એસટી એક્ટની કલમ 3 (2) (5) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. આઈપીસી કલમ હેઠળ તેને આજીવન કેદ અને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કલમ 3 (2) (5) હેઠળ પણ આરોપીને આજીવન કેદની સજા અને 1,000 નો દંડ પણ ફટકાર્યો હતો.

શું કહ્યું સુપ્રીમે

ઓગસ્ટ 2019 માં, આંધ્રપ્રદેશ હાઈકોર્ટે તેની સજાને પુષ્ટિ આપતા, તેની અપીલ ફગાવી દીધી હતી. ત્યારબાદ તે સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. ન્યાયાધીશ ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું કે, “અમે આ કેસમાં સજાની પુષ્ટિ કરીશું પરંતુ સજામાં સુધારો કરીશું, કારણ કે આ કેસમાં કલમ 3 (2) (5) સાબિત થઈ નથી. આરોપી શંકાના લાભ માટે હકદાર છે. આ મોટો ગુનો હતો, પરંતુ તમારે એ સ્થાપિત કરવું પડશે કે કલમ 3 (2) (5) હેઠળ ગુનો કરવામાં આવ્યો છે.

એમ બતાવવું પડશે કે તેણીની અનુસુચિત જાતિની સભ્ય હોવાને કારણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. કલમ 3 (2) (5) ફક્ત ત્યારે જ લગાડવામાં આવે. તે આપમેળે એટલે લાગુ નહીં થઇ જાય કે પીડિતા દલિત વર્ગથી સંબંધિત છે. કલમ 3 (2) (5) ની અરજી માટે ફરજિયાત શરત એ છે કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ એટલા માટે ગુનો આચરવામાં આવ્યો છે કે જે તે વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સભ્ય છે.

આ પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટના આદેશ પર ભડક્યા ઓવૈસી, ASI પર લગાવ્યા આ મોટા આરોપ

આ પણ વાંચો: બળાત્કારની સજા ભોગવી રહેલા કુલદીપ સેંગરની પત્નીને ભાજપે આપી ટિકિટ, બનાવ્યા જિલ્લા પંચાયતના ઉમેદવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">