સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની માંગ ફગાવી, કહ્યું ‘એક જ વાતનો વારંવાર ઉલ્લેખ કરવો યોગ્ય નથી’

|

Dec 14, 2022 | 6:29 PM

આ પહેલા જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલ એમ. ત્રિવેદીની પીઠ ગઈકાલે કાર્યવાહી કરવા માટે બેસી, ત્યારે જસ્ટિસ રસ્તોગીએ જણાવ્યું કે તેમના સહકર્મી ન્યાયાધીશ આ કેસની સુનાવણી કરવા ઈચ્છતિ નથી.

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની માંગ ફગાવી, કહ્યું એક જ વાતનો વારંવાર ઉલ્લેખ કરવો યોગ્ય નથી
Supreme court
Image Credit source: File Image

Follow us on

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની માંગને ફગાવી દીધી છે. બિલકિસ બાનોની એ અરજી પર સુનાવણી કરવા માટે નવી ખંડપીઠનું ઝડપી જ ગઠન કરવાના અનુરોધને કોર્ટે રદ કરી દીધો, જેમાં તેના ગેંગરેપ મામલે ગુજરાત સરકાર દ્વારા 11 દોષીઓની સજા માફ કરવાનો પડકાર આપવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હાની પીઠે બિલકિસ બાનો તરફથી હાજર રહેલા વકીલ શોભા ગુપ્તાએ અનુરોધ કર્યો કે કેસની સુનાવણી માટે એક અન્ય પીઠનું ગઠન કરવાની જરૂર છે.

ગુજરાત સરકારે આ કેસમાં તમામ 11 દોષીઓની સજા માફ કરી હતી

CJI ચંદ્રચૂડે તેની પર કહ્યું કે રિટ અરજીને સુચિબદ્ધ કરવામાં આવશે. કૃપા કરીને એક જ વાતનો વારંવાર ઉલ્લેખ ના કરો. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલા એમ. ત્રિવેદીએ ગઈકાલે જ બિલકિસ બાનો દ્વારા દાખલ અરજીની સુનાવણી કરવાથી પોતાને અલગ કરી દીધા હતા. આ પહેલા ગુજરાત સરકારે આ કેસમાં તમામ 11 દોષીઓની સજા માફ કરી દીધી હતી અને તેમને આ વર્ષે 15 ઓગસ્ટે મુક્ત કરી દીધા હતા.

આ પહેલા જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલ એમ. ત્રિવેદીની પીઠ ગઈકાલે કાર્યવાહી કરવા માટે બેસી, ત્યારે જસ્ટિસ રસ્તોગીએ જણાવ્યું કે તેમના સહકર્મી ન્યાયાધીશ આ કેસની સુનાવણી કરવા ઈચ્છતિ નથી. જસ્ટિસ રસ્તોગીની આગેવાનીવાળી પીઠે આદેશ આપ્યો, આ કેસ એક એવી પીઠ સામે રાખવામાં આવે, જેમાં અમારામાંથી કોઈ એક ન્યાયાધીશ સામેલ ના હોય.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!

શું છે સમગ્ર કેસ?

બિલકિસ બાનોનો ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા દંગાઓ દરમિયાન ગેંગરેપ કરવામાં આવ્યો હતો, તેની સાથે જ તેમના પરિવારના 7 સભ્યોની હત્યા પણ કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી અને તે 5 મહિનાની ગર્ભવતી હતી. કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી અને સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી મહારાષ્ટ્રની એક કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટે 21 જાન્યુઆરી 2008એ 11 દોષીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. તે પછી બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ તેમની સજાને અકબંધ રાખી હતી.

આ કેસમાં દોષિત ઠરેલા 11 લોકોને આ વર્ષે 15 ઓગસ્ટે ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે રાજ્યની સજા માફી નીતિ હેઠળ આ દોષીઓને મુક્ત કરવાની પરવાનગી આપી હતી. સરકારના આ નિર્ણયનો બિલકિસ બાનો સહિત ઘણા સંગઠનોએ મોટો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમની તરફથી કોર્ટમાં નિર્ણયની વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.

Next Article