BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યુ- આ સુનાવણી યોગ્ય નથી

હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને ખેડૂત બિરેન્દ્ર કુમાર સિંહે ડોક્યુમેન્ટરી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. બંને અરજીઓમાં ભારતમાં બીબીસીના રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી.

BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યુ- આ સુનાવણી યોગ્ય નથી
Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 1:55 PM

સુપ્રીમ કોર્ટે BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધની માગ કરતી અરજીને ફગાવી દેતા કહ્યું કે, આ સુનાવણી યોગ્ય નથી. હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને ખેડૂત બિરેન્દ્ર કુમાર સિંહે ડોક્યુમેન્ટરી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આટલી રાહત કેવી રીતે માંગી શકો, શું કોર્ટ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી શકે?

હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ ભારતમાં બીબીસીના સંચાલન પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. આ સાથે ગુજરાત રમખાણોની ડોક્યુમેન્ટરીને ષડયંત્ર ગણાવીને NIA પાસે તપાસની માંગણી પણ કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી છે, તેની સાથે કોર્ટે કહ્યું કે આ અરજી ખોટી છે, SC આવા આદેશ કેવી રીતે આપી શકે. ડોક્યુમેન્ટરી દેશને કેવી રીતે અસર કરી શકે?

બીબીસીએ જાણી જોઈને છબીને બદનામ કરી

આ પ્રસંગે અરજદારો માટે વરિષ્ઠ વકીલ પિંકી આનંદે દલીલ કરી હતી કે બીબીસીએ જાણી જોઈને છબીને બદનામ કરી છે. આ કેસમાં જસ્ટિસ ખન્નાએ કહ્યું કે તમે તેના પર પણ કેવી રીતે દલીલ કરી શકો છો કે તે સંપૂર્ણપણે ખોટું છે. એ પણ પ્રશ્ન પૂછે છે કે, તમે કોર્ટ પાસે BBC પર પ્રતિબંધની માગ કેવી રીતે કહી શકો?

દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !

આ પણ વાંચો : BBCની ડોક્યુમેન્ટરી ઉપર લગાવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં થશે સુનાવણી

ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા અને દેશમાં મુસ્લિમોની સ્થિતિ પર BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધના કેસમાં સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી હતી. કોર્ટે કેન્દ્ર પાસેથી 3 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. આઈટીના નિયમને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જે અંતર્ગત ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કોર્ટે અરજદારોને પૂછ્યું કે તેઓ પહેલા હાઈકોર્ટમાં કેમ ન ગયા? કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરીને યુટ્યુબ સહિત તમામ પ્લેટફોર્મ પરથી તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આગામી સુનાવણી એપ્રિલ મહિનામાં થશે

અરજદારના વકીલ દ્વારા કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને સ્ટે લાદવામાં આવ્યો હતો અને સ્ટે ઓર્ડર પણ જાહેર ક્ષેત્રમાં નથી. સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટરી પર આઈટી એક્ટની કલમ 69A હેઠળ સોશિયલ મીડિયા પર બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. પત્રકાર એન રામ, ટીએમસી નેતા મહુઆ મોઇત્રા, એડવોકેટ પ્રશાંત ભૂષણ અને એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કેન્દ્રનો જવાબ દાખલ કર્યા બાદ આ મામલે આગામી સુનાવણી એપ્રિલ મહિનામાં થશે.

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
g clip-path="url(#clip0_868_265)">