ST SC Reservation in Promotion : સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, પ્રમોશનમાં અનામતના મુદ્દે શરતો ઘટાડવાનો ઈનકાર

|

Jan 28, 2022 | 12:31 PM

Reservation in Promotion : જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ પણ સામેલ છે. બેન્ચે 26 ઓક્ટોબર 2021ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

ST SC Reservation in Promotion : સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, પ્રમોશનમાં અનામતના મુદ્દે શરતો ઘટાડવાનો ઈનકાર
SUPREME COURT OF INDIA

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે સરકારી નોકરીઓમાં (Government Jobs) અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે પ્રમોશનમાં અનામતના (Reservation in Promotion) મુદ્દે મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે SC/ST માટે અનામતની શરતોને હળવી કરવાનો ઇનકાર કર્યો છે. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આંકડાઓ વિના નોકરીમાં પ્રમોશનમાં અનામત આપી શકાય નહીં. પ્રમોશનમાં અનામત આપતા પહેલા રાજ્ય સરકારોએ આંકડાઓ દ્વારા સાબિત કરવું પડશે કે SC/STનું પ્રતિનિધિત્વ ઓછું છે. સમીક્ષાનો સમયગાળો કેન્દ્ર સરકારે નક્કી કરવો જોઈએ. અગાઉ, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તે એસસી અને એસટીને પ્રમોશનમાં અનામત આપવાના નિર્ણયને ફરીથી ખોલશે નહીં કારણ કે તે રાજ્યોને નક્કી કરવાનું છે કે તેઓ તેનો અમલ કેવી રીતે કરે છે.

જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે એટર્ની જનરલ કેકે વેણુગોપાલ, એડિશનલ સોલિસિટર જનરલ બલબીર સિંહ અને વિવિધ રાજ્યો તરફથી હાજર રહેલા અન્ય વરિષ્ઠ વકીલો સહિત તમામ પક્ષકારોને સાંભળ્યા હતા. બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ પણ સામેલ છે. બેન્ચે 26 ઓક્ટોબર 2021ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

નિર્ણય અનામત રાખતા કોર્ટે કહ્યું હતું કે કોર્ટ માત્ર આ મુદ્દા પર નિર્ણય લેશે કે શું અનામત ગુણોત્તર પર્યાપ્ત પ્રતિનિધિત્વ પર આધારિત હોવું જોઈએ કે નહીં. કેન્દ્રએ બેન્ચને કહ્યું હતું કે એ વાત સાચી છે કે દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ એસસી/એસટી સમુદાયના લોકોને આગળના વર્ગની જેમ બુદ્ધિમત્તાના સ્તરે લાવવામાં આવ્યા નથી. વેણુગોપાલે દલીલ કરી હતી કે એસસી અને એસટી સમુદાયના લોકો માટે ગ્રુપ ‘એ’ કેટેગરીની નોકરીઓમાં ઉચ્ચ પદ મેળવવું વધુ મુશ્કેલ છે અને હવે સમય આવી ગયો છે કે સર્વોચ્ચ અદાલત દ્વારા, SC/ST અને OBC (અન્ય પછાત વર્ગો) માટે ખાલી જગ્યાઓ ભરવા માટે કહેવામાં આવે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

એસસી/એસટીને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતાઃ એટર્ની જનરલ
એટર્ની જનરલે કહ્યું હતું કે SC/STને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા. અને તેઓ બાકીના લોકોની વસ્તી સાથે સ્પર્ધા કરી શકતા નહોતા. તેથી અનામત હોવી જોઈએ. વેણુગોપાલે સર્વોચ્ચ અદાલતમાં નવ રાજ્યોના આંકડા ટાંક્યા હતા અને જણાવ્યુ હતુ કે, બધાએ સમાનતાના સિદ્ધાંતનું પાલન કર્યું છે જેથી યોગ્યતાનો અભાવ તેમને મુખ્ય પ્રવાહથી વંચિત ન કરે. દેશમાં પછાત વર્ગોની કુલ ટકાવારી 52 ટકા છે. જો રેશિયો લો તો 74.5 ટકા રિઝર્વેશન આપવું પડે, પરંતુ અમે કટ ઓફ 50 ટકા નક્કી કર્યું છે. જો સર્વોચ્ચ અદાલત માત્રાત્મક ડેટા અને પ્રતિનિધિત્વની પર્યાપ્તતાના આધારે અનામતનો નિર્ણય રાજ્યો પર છોડી દે, તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા પહોંચી જઈશું.

આ પણ વાંચોઃ

મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને આપ્યો ઝટકો, ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન કરાયુ રદ

આ પણ વાંચોઃ

કોરોનાની બીજી લહેરમાં steroidsની હાડકાં પર કેવી અસર પડી, AIIMSએ સ્ટડી માટે ICMR પાસેથી માંગી મંજૂરી

Next Article