મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને આપ્યો ઝટકો, ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન કરાયુ રદ
મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાજપના 12 ધારાસભ્યોને ગૃહની કાર્યવાહી એક વર્ષ માટે સ્થગિત કરવાના નિર્ણયને ગેરબંધારણીય અને અયોગ્ય ગણાવ્યો છે.
Maharastra : સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહારાષ્ટ્ર વિધાનસભામાં (Maharastra Legislative Assembly)થી ભાજપના 12 ધારાસભ્યોના એક વર્ષના સસ્પેન્શનને ગેરબંધારણીય ગણાવ્યું છે અને તેને રદ્દ કરી દીધું છે. ગયા વર્ષે 6 જુલાઈના રોજ, ધારાસભ્યોને સ્પીકરની સાથે દુર્વ્યવહાર અને ગેરવર્તણૂક કરવા બદલ વિધાનસભામાં એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવું એ હાંકી કાઢવા કરતાં પણ ખરાબ છે અને સમગ્ર મતવિસ્તારને સજા કરશે. જસ્ટિસ એએમ ખાનવિલકરે ટિપ્પણી કરી હતી કે ચુકાદો હકાલપટ્ટી કરતાં પણ ખરાબ છે.
તેમણે કહ્યું, કોઈ પણ આ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ ગૃહમાં કરી શકશે નહીં, કારણ કે વિસ્તારના ધારાસભ્યો ગૃહમાં હાજર રહેશે નહીં. આ સભ્યને નહીં પણ સમગ્ર મતવિસ્તારને સજા કરવા સમાન છે. જો કે મહારાષ્ટ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે.
Supreme Court quashes one-year suspension from the Maharashtra Legislative Assembly of 12 BJP MLAs while terming it unconstitutional and arbitrary. MLAs were suspended for one year for allegedly misbehaving with the presiding officer. pic.twitter.com/LsXiT9MtNR
— ANI (@ANI) January 28, 2022
SCએ પણ ધ્યાન દોર્યું કે, બંધારણીય જોગવાઈઓ મુજબ કોઈ મતવિસ્તાર 6 મહિનાથી વધુ સમય માટે પ્રતિનિધિત્વ વિના રહી શકે નહીં. SCએ મહારાષ્ટ્રની આ દલીલને ફગાવી દીધી હતી કે કોર્ટ એસેમ્બલી દ્વારા આપવામાં આવેલી સજા વિશે પૂછપરછ કરી શકતી નથી. જ્યારે અરજદાર ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે ગૃહ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
મતવિસ્તારના અધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે. આવી હકાલપટ્ટીથી સરકારને મહત્વના મુદ્દાઓમાં બહુમતી મત મેળવવા માટે ગૃહમાં સત્તાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી શકે છે. અરજદાર ધારાસભ્યો તરફથી મહેશ જેઠમલાણી, મુકુલ રોહતગી, નીરજ કિશન કૌલ અને સિદ્ધાર્થ ભટનાગર હાજર રહ્યા હતા.
આ પહેલા 14 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે વિધાનસભા સચિવને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, એ કહેવાની જરૂર નથી કે પિટિશનની પેન્ડન્સી ગૃહને અરજદારનો કાર્યકાળ ઘટાડવાની વિનંતી કરવાના માર્ગમાં આવશે નહીં. આ એક એવો મુદ્દો છે જેના પર ગૃહ વિચાર કરી શકે છે.