સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશને રદ્દ કરતા બંગાળમાં ગ્રીન ફટાકડાને મંજુરી આપી

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જ્યારે ફટાકડા રાજ્યમાં લાવવામાં આવે ત્યારે જ તેની ચકાસણી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશને રદ્દ કરતા બંગાળમાં ગ્રીન ફટાકડાને મંજુરી આપી
Supreme Court quashes Calcutta High Court ban on fireworks, approves green fireworks in Bengal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 9:02 PM

DELHI : સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના આદેશને ફગાવતા પશ્ચિમ બંગાળમાં તહેવારો દરમિયાન ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જ્યારે ફટાકડા રાજ્યમાં લાવવામાં આવે ત્યારે જ તેની ચકાસણી કરવામાં આવે. ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકાય નહીં. કોર્ટે કહ્યું કે ગ્રીન ફટાકડાની ઓળખ માટે મિકેનિઝમ પહેલેથી જ અસ્તિત્વમાં છે, રાજ્યએ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ મિકેનિઝમને મજબૂત બનાવવું જોઈએ.

જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને અજય રસ્તોગીની બેન્ચે કહ્યું કે ફટાકડાનો મુદ્દો નવો નથી. પ્રથમ ઓર્ડર 2018 માં આવ્યો હતો, ત્યારબાદ બીજો ઓર્ડર આવ્યો હતો. આદેશના અમલીકરણમાં વ્યવહારિક સમસ્યા હોવાનું માત્ર કહેવું પૂરતું નથી. જો કેટલાક રાજ્યોએ આ રીતે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે અને જો કોઈ તેને પડકારશે તો કોર્ટ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ આ મામલે નિર્ણય કરી ચૂકી છે ત્યારે સમગ્ર દેશમાં એક જ નીતિ હોવી જોઈએ.

સુનાવણી દરમિયાન જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની વેકેશન બેંચ સમક્ષ અરજદારોના વકીલ સિદ્ધાર્થ ભટનાગરે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યો હતો. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાના તમામ ફટાકડા પર પ્રતિબંધ ન મૂકવાના 29 ઑક્ટોબરના આદેશ પર ભટનાગરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓર્ડરમાં ગ્રીન ફટાકડાના વેચાણ અને સંચાલનને મંજૂરી આપવામાં આવી છે. નિર્દિષ્ટ જગ્યાએ અને નિર્દિષ્ટ સમયગાળા માટે ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. જસ્ટિસ ખાનવિલકરે નોંધ્યું હતું કે પશ્ચિમ બંગાળના વકીલને સાંભળ્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આનંદ ગ્રોવરે પશ્ચિમ બંગાળ સરકાર વતી કહ્યું કે ફટાકડા ઉત્પાદકો અને તેમના ઉત્પાદનોનું ઓનલાઈન વેરિફિકેશન રિયલ ટાઈમમાં થઈ શકે છે.એવી ઘણી એપ્લિકેશનો છે જેની મદદથી પોલીસ અને અન્ય એજન્સીઓ ગ્રીન ફટાકડા અને બેરિયમ જેવા ખતરનાક રસાયણો ધરાવતા ફટાકડાને ઓળખી અને ચકાસી શકે છે. પશ્ચિમ બંગાળમાં 31 ઓક્ટોબર સુધી, 7 FIR નોંધવામાં આવી છે અને 10 લોકોની ગેરકાયદેસર ફટાકડાના વેચાણ અને સંગ્રહના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. 2018 અને 2019માં પણ કેસ નોંધાયા હતા અને ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતમાં સૌથી નાની વયના બ્રેઈનડેડ બાળકના હૃદય સહીતના અંગોનું દાન, મુંબઈ અને ચેન્નઈ સુધી ગ્રીન કોરીડોર બનાવાયો

આ પણ વાંચો : ચીફ સેક્રેટરી સાથે મારઝૂડના કેસમાં કોર્ટે CM કેજરીવાલ, સિસોદિયા અને AAPના 9 MLAને નોટીસ ફટકારી

g clip-path="url(#clip0_868_265)">