AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીફ સેક્રેટરી સાથે મારઝૂડના કેસમાં કોર્ટે CM કેજરીવાલ, સિસોદિયા અને AAPના 9 MLAને નોટીસ ફટકારી

Chief Secretary Anshu Prakash Case:આ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના 2 ધારાસભ્યો સામે આરોપો ઘડ્યા હતા.

ચીફ સેક્રેટરી સાથે મારઝૂડના કેસમાં કોર્ટે CM કેજરીવાલ, સિસોદિયા  અને AAPના 9 MLAને નોટીસ ફટકારી
Manish Sisodia & Arvind Kejriwal File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 7:45 PM
Share

DELHI : વર્ષ 2018માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ (Chief Secretary Anshu Prakash) પર કથિત હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હીની એક કોર્ટે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય AAP ધારાસભ્યોને 2018માં તત્કાલિન દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર કથિત રીતે હુમલો કરવાના કેસમાં આરોપ મુક્ત કરવાને પડકારતી નોટિસ જાહેર કરી છે.

આ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના 2 ધારાસભ્યો સામે આરોપો ઘડ્યા હતા, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત AAPના 9 ધારાસભ્યોને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલ વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત અન્ય અનેક આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

1 નવેમ્બરને સોમવારે સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલ (Geetanjli Goel)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય નવ લોકોને 11 ઓગસ્ટના રોજ રાજકારણીઓને નિર્દોષ છોડી મુકવાના આદેશને પડકારતી અરજી પર નોટિસ જાહેર કરી હતી.

કોર્ટે એમ પણ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, ધારાસભ્યો રાજેશ ઋષિ, નીતિન ત્યાગી, પ્રવીણ કુમાર, અજય દત્ત, સંજીવ ઝા, ઋતુરાજ ગોવિંદ, રાજેશ ગુપ્તા, મદનલાલ અને દિનેશ મોહનિયા 23 નવેમ્બર સુધીમાં તેમના જવાબ રજૂ કરે. આરોપીઓ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલને આરોપ ઘડવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ કહ્યું, દેશમાં 78 ટકા લોકોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

આ પણ વાંચો : AHMEDABAD : ફરી ધમધમશે જૂની VS હોસ્પિટલ, 13 સુપર સ્પેશ્યાલિટી OPD શરૂ

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">