AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ! છોકરીઓને મફત સેનિટરી પેડ મળવા જોઈએ નહીંતર સ્કૂલની માન્યતા રદ થશે

સુપ્રીમ કોર્ટે શુક્રવારે છોકરીઓ અને મહિલાઓની ગરિમા, સ્વાસ્થ્ય તેમજ સમાનતાના અત્યંત મહત્વના મુદ્દા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

Breaking News : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ! છોકરીઓને મફત સેનિટરી પેડ મળવા જોઈએ નહીંતર સ્કૂલની માન્યતા રદ થશે
| Updated on: Jan 30, 2026 | 5:50 PM
Share

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, માસિક ધર્મની સ્વચ્છતા (Menstrual Hygiene) નો અધિકાર બંધારણની કલમ 21 હેઠળ જીવન અને ગોપનીયતા (Privacy) ના અધિકારનો મહત્વનો ભાગ છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, તેઓ તમામ શાળાઓમાં ભણતી છોકરીઓને મફતમાં બાયોડિગ્રેડેબલ (પર્યાવરણને અનુકૂળ) સેનિટરી નેપકિન ઉપલબ્ધ કરાવે. આ ચુકાદો જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સંભળાવ્યો હતો.

તમામ શાળાઓમાં નિર્દેશ આપ્યા

સુપ્રીમ કોર્ટમાં શાળાએ જતી છોકરીઓ માટે મફત સેનિટરી પેડ અને સાફ-સુથરા શૌચાલયની સુવિધાની માંગ કરતી એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ બાબતે જ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તમામ શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓને મફતમાં સેનિટરી નેપકિન ઉપલબ્ધ કરાવે.

જસ્ટિસ પારડીવાલાએ ચુકાદો સંભળાવતા પહેલા કહ્યું કે, આ મુદ્દે વાત પૂર્ણ કરતા પહેલા અમે કહેવા માંગીએ છીએ કે, આ જાહેરાત માત્ર કાનૂની વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો માટે નથી. આ એ ક્લાસરૂમ્સ માટે પણ છે કે, જ્યાં છોકરીઓ મદદ માંગતા ખચકાટ અનુભવે છે. આ એવા શિક્ષકો માટે છે કે, જેઓ મદદ કરવા માંગે છે પરંતુ સંસાધનોના અભાવે તેવું કરી શકતા નથી. પ્રગતિ એ વાત પરથી નક્કી થાય છે કે, આપણે નબળા (વંચિત) લોકોની કેટલી રક્ષા કરીએ છીએ.

સુપ્રીમ કોર્ટે 3 મોટા નિર્દેશ આપ્યા:

  1. અલગ શૌચાલય: દરેક સરકારી અને ખાનગી શાળામાં વિદ્યાર્થિનીઓ માટે અલગ શૌચાલય અને પાણીની વ્યવસ્થા અનિવાર્ય રહેશે. આમાં દિવ્યાંગ વિદ્યાર્થિનીઓની સુવિધાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
  2. ફ્રી સેનિટરી નેપકિન: શાળાઓએ પરિસરમાં જ બાયો-ડિગ્રેડેબલ સેનિટરી નેપકિન ઉપલબ્ધ કરાવવા પડશે. ખાનગી શાળાઓને ચેતવણી આપવામાં આવી છે કે, નિયમોનું પાલન ન કરવા બદલ તેમની માન્યતા રદ થઈ શકે છે.
  3. સ્વચ્છતા કેન્દ્ર (MHM): શાળાઓમાં એક ‘માસિક ધર્મ સ્વચ્છતા વ્યવસ્થાપન કેન્દ્ર’ (Menstrual Hygiene Management Centre) બનાવવું પડશે, જ્યાં ઇમરજન્સી માટે વધારાના યુનિફોર્મ અને જરૂરી સામાન હાજર રહે.

આ ચુકાદો જયા ઠાકુર અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે, જેમાં શાળા છોડનારી છોકરીઓની વધતી સંખ્યા અને ગરિમાના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">