Karnataka Hijab Row: હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પણી- આગામી સુનાવણી સુધી ધાર્મિક પોશાક પહેરવા પર પ્રતિબંધ

કર્ણાટકમાં હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટની મોટી બેંચમાં સુનાવણી ચાલી રહી છે. કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જે.એમ. કાઝીની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે.

Karnataka Hijab Row: હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પણી- આગામી સુનાવણી સુધી ધાર્મિક પોશાક પહેરવા પર પ્રતિબંધ
Hijab Row - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 5:58 PM

કર્ણાટકમાં (Karnataka) હિજાબને (Hijab Row) લઈને રાજ્યમાં તણાવ છે. આ સમગ્ર વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટની મોટી બેંચમાં સુનાવણી ચાલી રહી છે. કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જે.એમ. કાઝીની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી કોર્ટ આ મામલે નિર્ણય ન આપે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ હિજાબ પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ. અગાઉ, કેસની સુનાવણી દરમિયાન, અરજદાર તરફથી હાજર રહેલા સંજય હેગડેએ કહ્યું હતું કે, કર્ણાટક શિક્ષણ અધિનિયમમાં યુનિફોર્મ સંબંધિત કોઈ વિશેષ જોગવાઈ નથી. આ મામલાની સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, અમે આ મુદ્દા પર વિચાર કરી રહ્યા છીએ કે શું હિજાબ પહેરવું મૂળભૂત અધિકારોમાં આવે છે.

યુનિફોર્મ કોડ અંગે સજાની કોઈ જોગવાઈ નથી

અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં યુનિફોર્મ માત્ર શાળાઓ પૂરતો મર્યાદિત હતો, કોલેજો માટે યુનિફોર્મ ઘણા સમય બાદ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યુનિફોર્મ કોડને લઈને કર્ણાટક એજ્યુકેશન એક્ટમાં સજાની કોઈ જોગવાઈ નથી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ પોલીસને વિદ્યાર્થીઓ સાથે વ્યવહારમાં અત્યંત સંયમ રાખીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ સાથે વિદ્યાર્થીઓને કોમવાદી તત્વોની જાળમાં ન ફસાવા અપીલ કરવામાં આવી છે. કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે કેટલાક લોકો હિજાબ વિવાદને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે એક હથિયાર બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે મીડિયાને આ મુદ્દે પોતાના મનની કોઈ પણ રિપોર્ટ આપવા પર રોક લગાવી છે. તેમણે મીડિયાને આ મામલે અંતિમ આદેશ સુધી રાહ જોવા કહ્યું છે.

આ પહેલા કર્ણાટક હાઈકોર્ટમાં બુધવારે હિજાબ વિવાદને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતની સિંગલ બેંચે સમગ્ર મામલાને મોટી બેંચને મોકલી આપ્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, અમે આ અંગે જે સંશોધન કર્યું છે તે મર્યાદિત છે.

એક પ્રશ્ન એ ઊભો થાય છે કે શું હિજાબ પહેરવાના અધિકારનો હાલનો દાવો આવશ્યક ધાર્મિક પ્રથા હેઠળ આવે છે? તેમણે કહ્યું કે, હવે તે એક મોટો મુદ્દો બની ગયો છે અને દરેકની નજર કોર્ટના નિર્ણય પર છે. હું વિનંતી કરું છું કે મારા સાથી વકીલે તેમનો મુદ્દો રજૂ કર્યો છે. હવે રાજ્ય માટે દલીલ કરવાનો અને પછી કોર્ટ ચુકાદો આપવાનો સમય છે.

આ પણ વાંચો : UP Assembly Election: અખિલેશ યાદવે બિજનૌરમાં કહ્યું- જે રીતે મતદાન થઈ રહ્યું છે, લાગે છે કે ચૂંટણીનું પરિણામ આજે સાંજે જ આવી જશે

આ પણ વાંચો : ચીનમાં અભ્યાસ કરી રહેલા 140 થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી માંગ્યો જવાબ, જાણો સમગ્ર મામલો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">