AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે હવામાં ઉધરસ ખાવાથી વધી શકે છે કોરોનાનું જોખમ, નવા અભ્યાસમાં કરાયો ચોંકાવનારો દાવો

બુધવારે એક જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખુલ્લામાં ઉધરસ ખાય છે, ત્યારે તે દિશામાંથી પવન ફૂંકાવાને કારણે વાયરસ લાંબા અંતર સુધી ઝડપથી ફેલાય છે.

હવે હવામાં ઉધરસ ખાવાથી વધી શકે છે કોરોનાનું જોખમ, નવા અભ્યાસમાં કરાયો ચોંકાવનારો દાવો
પાતળી હવામાં ઉધરસ ખાવા પર વધી શકે છે કોરોનાનું જોખમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:23 PM
Share

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બેના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ પાતળી હવામાં પણ SARS-CoV2 સંક્રમણનું જોખમ વધી જાય છે, અભ્યાસમાં ઘરની બહાર માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે, ખાસ કરીને જ્યારે હળવો પવન હોય. બુધવારે એક જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખુલ્લામાં ઉધરસ ખાય છે, ત્યારે તે દિશામાંથી પવન ફૂંકાવાને કારણે વાયરસ લાંબા અંતર સુધી ઝડપથી ફેલાય છે.

બહાર માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે

આઈઆઈટી, બોમ્બેના સહ-અભ્યાસકર્તા અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ અભ્યાસ પવનની દિશામાં ઉધરસ ખાવાથી સંક્રમણ ઉંચું જોખમ સૂચવે છે. તેના તારણો અનુસાર ખાસ કરીને પાતળી હવા ચાલવાની સ્થિતિમાં અમે માસ્ક પહેરવાની ભલામણ કરીએ છીએ. સંશોધકોએ કહ્યું કે ઉધરસ ખાતી વખતે કોણીનો ઉપયોગ કરવો અથવા ચહેરો બીજી તરફ ફેરવવા જેવી અન્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવુ જોઈએ. જેથી બહારના લોકો સાથે મુલાકાતમાં સંક્રમણનું પ્રકોપ ઘટાડી શકાય.

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના કેસોની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 15,823 નવા કેસ નોંધાયા છે. જે બાદ કુલ કેસ 3,40,01,743 પર પહોંચી ગયા છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 2,07,653 છે. બીજી બાજુ અગાઉના દિવસે 22,844 લોકો સાજા થયા હતા, ત્યારબાદ કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,33,42,901 નોંધાઈ હતી. તે જ સમયે 226 લોકોના મોત થયા છે. જે બાદ કુલ મૃત્યુઆંક 4,51,189 થયો છે.

12 ઓક્ટોબર 2021 એટલે કે ગઈકાલ સુધી કુલ 58,63,63,442 સેમ્પલનું કોવિડ -19 માટે ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી ગઈકાલે 13,25,399 સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. ભારતીય તબીબી સંશોધન પરિષદે આ માહિતી આપી. તે જ સમયે, એક દિવસમાં 50,63,845 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા, આ સાથે જ દેશમાં કુલ રસીકરણનો આંકડો 96 કરોડને પાર કરી ગયો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે અને દેશ કોરોના મહામારીમાંથી ઉગરી રહ્યો છે. ત્યારે સરકાર બધા પ્રતિબંધો હટાવી રહી છે. પરંતુ નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરની આગાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે સરકાર પણ આ વિશે ગંભીરતાથી વિચારી રહી છે.

તેમજ એટલા માટે રસીકરણ પર ભાર મુકી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ હવે બાળકોની રસીને પણ મંજુરી આપવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર અંગે બાળકો પરના જોખમની ચર્ચા થઈ રહી હતી.  ત્યારે બાળકોની રસીને મંજુરી મળતા વાલીઓએ પણ એક રાહત અનુભવી છે.

આ પણ વાંચો :  દેશની પ્રથમ Digital Bank ટૂંક સમયમાં કાર્યરત થશે, RBI એ Centrum અને BharatPeના કન્સોર્ટિયમને Small Finance Bank નું લાઇસન્સ આપ્યું

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">