UP TET Paper Leak : પેપર લીક, જવાબદાર કોણ ? તપાસમાં STFએ કર્યો મોટો ખુલાસો !
UPTET પરીક્ષા 28 નવેમ્બરના રોજ લેવામાં આવી હતી. પરંતુ પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. હાલ STF આ મામલે તપાસ કરી રહી છે.
UP TET Paper Leak : ઉત્તર પ્રદેશમાં UPTET પેપર લીક કેસમાં STF દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલ પરીક્ષા નિયમનકારી સત્તામંડળ સંજય ઉપાધ્યાય (Sanjay Upadhyaya) અને RSM લિ. રાયના માલિક અનૂપ પ્રસાદ (Anup Prashad) નોઈડાની (Noida) એક ફાઈવ સ્ટાર હોટલમાં બે વાર મળ્યા હતા. અહીંયા જ ડીલ ફાઇનલ થયા બાદ રાય અનૂપને 13 કરોડ રૂપિયામાં પેપર છાપવાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું.
STF દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે, આરોપી સંજયએ 26 ઓક્ટોબરે પેપર છપાવવાની પ્રક્રિયા શરૂ થતાં જ પેપર લીક કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જો કે એસટીએફ હજુ કેટલાક વધુ લોકોની ધરપકડનો દાવો કરી રહી છે.
પેપર લીકર થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, UP TET પરીક્ષા 28 નવેમ્બરના રોજ લેવામાં આવી હતી. પરંતુ પેપર લીકર(UT TET Paper Leak) થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. હાલ એસટીએફ આ મામલે તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પરીક્ષા PNP દ્વારા લેવામાં આવી હતી. આ સાથે સંજય ઉપાધ્યાયને પરીક્ષા નિયમન અધિકારી બનાવવામાં આવ્યા હતા. પરીક્ષાની સંપૂર્ણ જવાબદારી સંજય ઉપાધ્યાયે સંભાળી હતી. સરકારે પેપર લીક કેસને પોતાની મોટી ભૂલ ગણાવી હતી.
CCTV ફૂટેજમાં થયો ચોંકાવનારો ખુલાસો
તમને જણાવી દઈએ કે, STF દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં સંજય ઉપાધ્યાયને રાય અનૂપ વિશે જણાવ્યુ કે, ટેન્ડર પ્રક્રિયા અંગે તેણે તેની સાથે એક બેઠક કરી હતી. આ બાદ જ્યારે STFએ 5 સ્ટાર હોટલમાંથી CCTV ફૂટેજ સામે આવતા અધિકારીસંજય ઉપાધ્યાયે ઘણી વસ્તુઓ કબૂલ કરી. એવું પણ બહાર આવ્યું છે કે જૂનમાં પ્રયાગરાજમાં પોસ્ટિંગ પહેલા સંજયની પોસ્ટિંગ નોઈડામાં હતો અને તેણે રાય અનૂપ પ્રસાદ સાથે મિત્રતા કરી.
આ પણ વાંચો : Punjab : વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિ તેજ, CM ચરણજીત સિંહ ચન્ની અને સિદ્ધુએ આ દિગ્ગજ નેતા સાથે કરી મુલાકાત
આ પણ વાંચો : Uttarakhand Corona Case: રાષ્ટ્રપતિની ફરજમાં રોકાયેલા 19 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ, નૈનીતાલમાં 24 IRB જવાન સંક્રમિત