Statue Of Equality: ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ નવા ભારત માટે રામાનુજાચાર્યની ઉપદેશોને આત્મસાત કરવાની કરી અપીલ

રામાનુજાચાર્ય સ્વામીનો જન્મ 1017માં શ્રીપેરુમ્બુદુર, તમિલનાડુમાં થયો હતો. તેમની માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ કેશવાચાર્યુલુ હતું. ભક્તોનું માનવું છે કે આ અવતાર સ્વયં ભગવાન આદિશે લીધો હતો.

Statue Of Equality: ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ નવા ભારત માટે રામાનુજાચાર્યની ઉપદેશોને આત્મસાત કરવાની કરી અપીલ
Sri Sri Tridandi Chinna Jeyar Swamy with Vice President M Venkaiah Naidu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 11:53 PM

ભારતીય સમાજમાં સામાજિક સુધારા લાવવા માટે 11મી સદીના સંત અને સમાજ સુધારક શ્રી રામાનુજાચાર્ય (Sant Ramanujacharya) ના પ્રયાસોની પ્રશંસા કરતા ઉપરાષ્ટ્રપતિ (Vice President) એમ વેંકૈયા નાયડુ (M Venkaiah Naidu) એ શનિવારે દેશના યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા વિનંતી કરી હતી. ઉપરાષ્ટ્રપતિ, જેમણે અહીં આવેલા “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી” (Statue Of Equality)ની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે રામાનુજાચાર્યની “સર્વ માટે સમાનતા, બધાનું કલ્યાણ” ના ઉપદેશોને “નવા ભારત”ના નિર્માણના પ્રયાસોમાં માર્ગદર્શક તરીકે અપનાવવા જોઈએ. યુવાનોને શ્રી રામાનુજાચાર્યના જીવનમાંથી પ્રેરણા લેવાનું આહ્વાન કરતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓએ ભેદભાવમુક્ત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનવું જોઈએ.

તેમણે કહ્યું, “આવો આપણે શ્રી રામાનુજાચાર્ય દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા માટે પોતાને સમર્પિત કરીએ અને મહાન સંતના સિદ્ધાંત ‘સર્વ જીવોની સેવા ભગવાનની સેવા તરીકે કરો’ને અનુસરીને માનવતાના દુઃખને ઓછું કરવાનો પ્રયાસ કરીએ.” જાતિ અને વર્ગની અસમાનતાને દૂર કરવા માટે શ્રી રામાનુજાચાર્યના અથાક પ્રયાસો માટે વખાણ કરતાં નાયડુએ કહ્યું કે શાંતિ અને સંવાદિતા માટેની તેમની દ્રષ્ટિ આજે પણ સુસંગત છે.

‘બેટી બચાવો-બેટી પઢાવો’, ગ્રામીણ સ્વચ્છતા અને અન્ય સરકારી યોજનાઓને રેખાંકિત કરતાં નાયડુએ કહ્યું કે આ તમામ કાર્યક્રમો ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ની ફિલસૂફીથી પ્રેરિત છે જે શ્રી રામાનુજાચાર્યના ઉપદેશોને અનુરૂપ છે. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને અશ્વિની ચૌબે પણ હાજર હતા, એમ નિવેદનમાં જણાવાયું છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

જાણો કોણ છે રામાનુજાચાર્ય સ્વામી ?

રામાનુજાચાર્ય સ્વામીનો જન્મ 1017માં શ્રીપેરુમ્બુદુર, તમિલનાડુમાં થયો હતો. તેમની માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ કેશવાચાર્યુલુ હતું. ભક્તોનું માનવું છે કે આ અવતાર ભગવાન આદિશે પોતે લીધો હતો. તેમણે કાંચી અદ્વૈત પંડિતો હેઠળ વેદાંતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમણે વિશિષ્ટાદ્વૈત વિચારધારા સમજાવી અને મંદિરોને ધર્મનું કેન્દ્ર બનાવ્યું. રામાનુજને યમુનાચાર્ય દ્વારા વૈષ્ણવ દીક્ષા આપવામાં આવી હતી.

તેમના પરદાદા અલવંડારુ શ્રીરંગમ વૈષ્ણવ મઠના પૂજારી હતા. ‘નામ્બી’ નારાયણે રામાનુજને મંત્ર દીક્ષાનો ઉપદેશ આપ્યો. તિરુકોષ્ટિયારુએ ‘દ્વિ મંત્ર’નું મહત્વ સમજાવ્યું અને રામાનુજમને મંત્રની ગુપ્તતા જાળવવા કહ્યું, પરંતુ રામાનુજને લાગ્યું કે ‘મોક્ષ’ થોડા લોકો સુધી સીમિત ન હોવો જોઈએ, તેથી તે પુરુષો અને સ્ત્રીઓને સમાન રીતે પવિત્ર મંત્રની ઘોષણા કરવા માટે શ્રીરંગમ મંદિર ગોપુરમપર ચડી ગયા હતા.

આ પણ વાંચો: Uttarakhand Election: યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો, કહ્યું- કોઈ લાવારિસ હોય ત્યારે તેની કોંગ્રેસ જેવી જ હાલત થાય છે

આ પણ વાંચો: Hijab અને પાઘડીની સરખામણી ન થઈ શકે, Sonam Kapoorના નિવેદન પર ભડક્યા ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસા

g clip-path="url(#clip0_868_265)">