શ્રી શ્રી રવિશંકરજીના નજીકના સાથી ઋષિ નિત્યપ્રજ્ઞા થયા દેવલોક, જાણો તેમના વિશે કેટલીક ખાસ વાત

શ્રી શ્રી રવિશંકરજીના નજીકના સાથી ઋષિ નિત્યપ્રજ્ઞા થયા દેવલોક, જાણો તેમના વિશે કેટલીક ખાસ વાત
Rishi Nityapragya (File Photo)

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશને (Art Of Living Foundation) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તેમણે દાયકાઓ સુધી નિઃસ્વાર્થપણે સમાજની સેવા કરી અને હજારો લોકોને તેમના આત્માપૂર્ણ અને ભક્તિમય સત્સંગ દ્વારા લોકોને પ્રેરિત કર્યા, તેઓ આપણા હદય અને સ્મૃતિમાં હંમેશા રહેશે."

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 29, 2021 | 6:59 PM

Rishi Nityapragya Death :આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઋષિ નિત્યપ્રજ્ઞાનુ 27 ડિસેમ્બરના રોજ કોરોનાને (Covid 19) કારણે મોત થયુ છે. કોર્પોરેટ કારકિર્દીને (Corporate career)પાછળ છોડી દેનાર ઋષિ નિત્યપ્રજ્ઞા શ્રી શ્રી રવિશંકરજીના નજીકના હોવાનુ મનાય છે. મળતા અહેવાલ અનુસાર કોરોનાને કારણે 58 વર્ષીય ઋષિ 13 ડિસેમ્બરથી હોસ્પિટલમાં દાખલ હતા.  તેણે રવિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા માગી હતી પરંતુ ઘરે આવ્યા બાદ સોમવારે સવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેને વડોદરાની(Vadodara)  ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશને (Art Of Living Foundation) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેમણે દાયકાઓ સુધી નિઃસ્વાર્થપણે સમાજની સેવા કરી અને હજારો લોકોને તેમના આત્માપૂર્ણ અને ભક્તિમય સત્સંગ દ્વારા લોકોને પ્રેરિત કર્યા. તેમનો સેવા કરવાનો ઉત્સાહ અજોડ હતા,  તેઓ આપણા હદય અને સ્મૃતિમાં હંમેશા રહેશે.”

ઋષિ નિત્યપ્રજ્ઞા કોણ હતા?

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના કાર્યક્રમોના ઋષિ નિત્યપ્રજ્ઞા ડિરેક્ટર (Art Of Living Director) હતા, સાથે જ તેઓ શ્રી રવિશંકરના (Sri Sri Ravi Shankar)નજીકના સાથી હતા. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તે કેમિકલ એન્જિનિયરની લાયકાત ધરાવતા હતા.પરંતુ તેમણે કોર્પોરેટ કારકિર્દી અને સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મમાં ફાઇનાન્સિંગ પાર્ટનર તરીકેની ભુમિકા છોડીને તેમનું જીવન સેવામાં સમર્પિત કર્યું.

તે બાઇક રેસિંગમાં નિપુણ હતા અને તેઓ ગાયક હોવાનું પણ કહેવાય છે. ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકેના તેમના સમયમાં, તેમણે સંસ્થામાં શિક્ષકો અને સ્વયંસેવકોને તાલીમ આપી. તેમના અનુયાયીઓ દ્વારા તેમને ‘આધ્યાત્મિક વૈજ્ઞાનિક’ અને માનવતાની સેવા કરવાની ઈચ્છા સાથે અમર્યાદ ઊર્જા ધરાવતા વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે.

ઋષિ નિત્યપ્રજ્ઞા પોતાને ‘જીવનનો વિદ્યાર્થી’ ગણાવતા હતા

તેમના સમયમાં તેમને સ્વયંસેવકો માટે પણ એક અભ્યાસક્રમ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમના જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત હતો  કે “પ્રકૃતિએ દરેક વ્યક્તિને અનંત શક્તિઓ આપી છે. તેમણે વિદ્યાર્થીઓથી લઈને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, ડૉક્ટરોથી લઈને ઉદ્યોગપતિઓ, વકીલોથી લઈને શિક્ષણશાસ્ત્રીઓ સુધીના એક મિલિયન લોકોને ધ્યાન અને વ્યવહારુ શાણપણ શીખવ્યું છે. શિક્ષક, માર્ગદર્શક, આધ્યાત્મિક માર્ગદર્શક, સંશોધન વૈજ્ઞાનિક, લેખક, ગાયક હોવા છતાં પણ ઋષિ નિત્યપ્રજ્ઞા પોતાને ‘જીવનનો વિદ્યાર્થી’ ગણાવતા હતા.

આ પણ વાંચો: Snowfall in Uttarakhand: નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે ઉત્તરાખંડના હિમાચ્છાદિત મેદાનો , મુનસ્યારી સહિત અનેક વિસ્તારોએ ફરી બરફની સફેદ ચાદર ઓઢી

આ પણ વાંચો: Video : ચાલુ ટ્રેનમાં ચડવાના ચક્કરમાં યુવક પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો ! ધબકારા વધારી દેતો વીડિયો વાયરલ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati