G20 પહેલા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, વાહનો પર નહીં જોવા મળે જાતિ-ધર્મના નામ અને કાળા કાચ
ટ્રાફિક પોલીસ હેડક્વાર્ટરના એસીપી સૌરભ શ્રીવાસ્તવે TV9 ભારતવર્ષને જણાવ્યું કે અત્યાર સુધીમાં એક હજારથી વધુ વાહનો ચલણ આપવામાં આવ્યા છે અને આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.
G20 In India: જો તમે પણ તમારી કારના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવી હોય અથવા કાર(Car) પર કોઈ ચોક્કસ જ્ઞાતિ કે ધર્મનું નામ લખવાને તમારું ગૌરવ માનતા હોવ તો સાવધાન થઈ જાવ, નહીંતર આ શોખ તમને મોંઘો પડશે. G-20 પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે નોઈડામાં એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે, જે અંતર્ગત આવા વાહનોમાંથી પસંદગીના સ્ટીકરો અને ફિલ્મો હટાવવામાં આવી રહી છે, સાથે જ મોટા ચલણ પણ ફાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: G20 અંતર્ગત બેંગ્લોરમાં મંત્રીઓની યોજાઇ બેઠક, અશ્વિની વૈષ્ણવ સહિતના મંત્રીઓ રહ્યા હાજર
તમે દિલ્હી એનસીઆરમાં ચાલતા હજારો વાહનો પર આવા જાતિ અથવા ધાર્મિક સ્ટીકરો જોયા જ હશે. આવા સ્ટીકરો લગાવવાને વાહન માલિકો પોતાનું ગૌરવ ગણતા હોવા છતાં તેઓ મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરી રહ્યા છે. કાળા કાચ પર પણ પ્રતિબંધ છે, પરંતુ સામાન્ય વાહનોથી લઈને લક્ઝરી વાહનોમાં પણ આ ફિલ્મો લગાવેલી જોવા મળે છે.
અત્યાર સુધીમાં એક હજારથી વધુ વાહનોના ચલણ
જ્યારે નોઈડા ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી, ત્યારે આવા તમામ વાહનોને રોકી દેવામાં આવ્યા અને તે તમામને હટાવી દેવામાં આવ્યા અને તેની સાથે ચલણની સ્લિપ પણ સોંપવામાં આવી હતી. નોઈડા ટ્રાફિક પોલીસ હેડક્વાર્ટરના એસીપી સૌરભ શ્રીવાસ્તવે TV9 ભારતવર્ષને જણાવ્યું કે અત્યાર સુધીમાં એક હજારથી વધુ વાહનોના ચલણ કરવામાં આવ્યા છે અને આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.
મોટાપાયે નિયમોનું ઉલ્લંઘન
વાહનો પર આવા સ્ટીકરો અને ફિલ્મો લગાવીને તમે કયા કાયદાનો ભંગ કરી રહ્યા છો તે પણ જાણો. આજે જ્યારે નોઈડાના પરી ચોક ખાતેથી ડ્રાઈવ શરૂ થઈ ત્યારે બે કલાકમાં 100થી વધુ વાહનોને રોકી દેવામાં આવ્યા હતા અને આ સ્ટીકરો અને બ્લેક ફિલ્મો હટાવી દેવામાં આવી હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે મોટા પાયે લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે.
19 તારીખે બેંગ્લોરમાં બેઠક યોજાઈ
બેંગલોર ખાતે ડિજિટલ ઈકોનોમી મિનિસ્ટર્સની બેઠક યોજાઇ હતી. આ દરમ્યાન મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “આગામી સમયમાં સરકાર જે ઉકેલ પર વિચાર કરી રહી છે તે ડિજિટલ ક્રેડિટ હશે જ્યાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પિરામિડના તળિયાના લોકોને લાભ આપવા $1 ની ટિકિટ-સાઇઝની લોન માટે સ્પર્ધા કરશે.” નાણાકીય સેવાઓનું સ્તર સમૃદ્ધ લોકો માટે ઉપલબ્ધ હોવાનું મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.