ભારતમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય, હવામાન વિભાગે આપી માહિતી

ભારતમાં ચોમાસાની (Monsoon 2022) ઋતુ સામાન્ય રીતે 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ગણવામાં આવે છે. આ ચાર મહિનામાં ભારે વરસાદ પડે છે અને પછી સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં ચોમાસું પાછું ફરવાનું શરૂ કરી દે છે.

ભારતમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય, હવામાન વિભાગે આપી માહિતી
Southwest MonsoonImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 5:07 PM

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ (Monsoon 2022) ભારતમાંથી પાછું ફર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે આ માહિતી આપી છે. હવામાન વિભાગે (Meteorological Department) જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે આ વર્ષે વધુ વરસાદ થયો છે. IMDએ કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાંથી 29 સપ્ટેમ્બરે જ વિદાય લઇ લીધી હતી. જો કે IMD અનુસાર બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા રવિવાર સાંજ સુધીમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. જેના કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 6 ટકા વધારે હતો. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારત, ઉત્તર ભારત અને ગંગાના મેદાનોના ઘણા ભાગોમાંથી વિદાય લેશે. પરંતુ આ વર્ષે સતત વરસાદ પડ્યો અને તે બે-બે વાવાઝોડા આવવાની સાથે પડ્યો હતો.

આ વર્ષે ઓક્ટોબરમાં પણ ચોમાસાનો વરસાદ થયો

ચોમાસાની મોસમ સામાન્ય રીતે 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ગણવામાં આવે છે. આ ચાર મહિનામાં ભારે વરસાદ પડે છે અને પછી સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં ચોમાસું પાછું ફરવાનું શરૂ કરી દે છે. પરંતુ આ વર્ષે એવું બન્યું નથી. ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં કમોસમી વરસાદ પણ થયો હતો. ઉત્તર ભારતના રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત દેશના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

બંગાળમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા રવિવાર સાંજ સુધીમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. જેના કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે. IMD એ જણાવ્યું કે રવિવારે સવારે સાગર દ્વીપની દક્ષિણમાં 700 કિમી દૂર પ્રવર્તતી હવામાન સ્થિતિ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને સોમવારે તે ફરીથી ઉત્તરપૂર્વ દિશામાં પરત ફરશે અને ટિંકોના દ્વીપ અને સંદ્વિપ થઈને બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરવાનો અંદાજ છે.

80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવારે દક્ષિણ 24 પરગના અને ઉત્તર 24 પરગનાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અને પૂર્વ અને પશ્ચિમ મિદનાપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ કોલકાતા, હાવડા અને હુગલીમાં સોમવાર અને મંગળવારે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે મંગળવારે ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના અને નાદિયામાં ભારે વરસાદ થશે.

હવામાનની આ સ્થિતિને કારણે મંગળવારે ઉત્તર 24 પરગના અને દક્ષિણ 24 પરગનાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 80-90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા છે. સોમવારે આ જિલ્લાઓ અને પૂર્વ મિદનાપુરમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">