ISISમાં સામેલ 25 ભારતીયો અફઘાનિસ્તાનમાં હોવાની માહિતી, ભારતમાં ઘૂસણખોરી કરાવવા થઈ શકે છે કોશિશ

ISIA-K ની સત્તાવાર રીતે જાન્યુઆરી 2015 માં સ્થાપના કરવામાં આવી હતી. થોડા જ સમયમાં તેણે ઉત્તર અને ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના વિવિધ ગ્રામીણ જિલ્લાઓ પર પોતાની પકડ બનાવી

ISISમાં સામેલ 25 ભારતીયો અફઘાનિસ્તાનમાં હોવાની માહિતી, ભારતમાં ઘૂસણખોરી કરાવવા થઈ શકે છે કોશિશ
આ લોકોને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ISIS દ્વારા લડાઇની તાલીમ પણ આપવામાં આવી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:12 AM

Afghanistan માં આતંકવાદી સંગઠન ISISમાં સામેલ 25 ભારતીય નાગરિકોની હાજરી અંગે માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી મુજબ આ 25 લોકો અફઘાનિસ્તાનના નાંગરહારમાં હોવાની શક્યતા છે. ભારતની સુરક્ષા એજન્સીઓ સતત ઇનપુટ્સ મેળવી રહી છે કે અફઘાનિસ્તાનની જેલમાંથી તાજેતરમાં મુક્ત થયેલા કેદીઓમાં કેટલાક ISIS-K આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.

ઇનપુટ્સ અનુસાર, આમાંથી 25 ભારતીય હોવાની સંભાવનાઓ પણ ખૂબ પ્રબળ છે, જેઓ તાજેતરના વર્ષોમાં ISIS માં જોડાયા હતા. આ તમામ ભારતીયો અફઘાનિસ્તાનની જેલમાં બંધ હતા પરંતુ તાજેતરમાં જ જેલમાંથી મુક્ત થયા છે. મળતી માહિતી મુજબ, આઇ એસ આઇ એસ આ તમામ લોકોનો ઉપયોગ ભારતમાં આતંક ફેલાવવા માટે પણ કરી શકે છે. આ લોકોને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ISIS દ્વારા લડાઇની તાલીમ પણ આપવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ તમામની ભરતી મુનસિબ નામના આઈ એસ આઈ એસ આતંકવાદી દ્વારા કરવામાં આવી હતી, જે સંગઠનના સોશિયલ મીડિયા પર ભરતી સેલ ચલાવે છે. મુનસિબ એક આઇટી નિષ્ણાત છે અને પાકિસ્તાનનો છે. તેણે અભ્યાસના બહાને આ તમામ લોકોને રોક્યા હતા અને પછી ધીરે ધીરે ISIS ની વિચારધારાને અપનાવી હતી. એજન્સીઓના જણાવ્યા અનુસાર, ISIS આ લોકોને અન્ય દેશોમાંથી ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તાજેતરમાં, આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISIS-K) સાથે સંકળાયેલા કેરળના 14 લોકો પણ મળી આવ્યા હતા, જેઓ કાબુલમાં હુમલાની યોજનામાં સામેલ હતા. તાલિબાને કાબુલ પર કબજો કર્યા બાદ આ 14 લોકોને બાગરામ જેલમાંથી છોડવામાં આવ્યા હતા. તેઓએ 26 ઓગસ્ટે કાબુલમાં તુર્કમેન એમ્બેસીની બહાર IED બ્લાસ્ટ કરવાની પણ યોજના બનાવી હતી, જેને નિષ્ફળ બનાવવામાં આવી હતી.

ISIS-K એ કાબુલ એરપોર્ટ હુમલાની જવાબદારી લીધી ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતે કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી. કાબુલ એરપોર્ટ નજીક થયેલા હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત ઓછામાં ઓછા 169 લોકો માર્યા ગયા હતા. ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (ISIS Khorasan Module) પ્રાંતને ISIS-K, ISKP અને ISK તરીકે પણ ઓળખવામાં આવે છે.

તે સત્તાવાર રીતે અફઘાનિસ્તાનમાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટ ચળવળ સાથે જોડાયેલું છે. તે ઇરાક અને સીરિયામાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટના મુખ્ય નેતૃત્વ દ્વારા માન્ય છે.

ISIA-K ની સત્તાવાર રીતે જાન્યુઆરી 2015 માં સ્થાપના કરવામાં આવી હતી. થોડા જ સમયમાં તેણે ઉત્તર અને ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના વિવિધ ગ્રામીણ જિલ્લાઓ પર પોતાની પકડ બનાવી અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઘાતક કામગીરી શરૂ કરી. તેની સ્થાપના પછીના પ્રથમ ત્રણ વર્ષમાં, ISIS-K એ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મોટા શહેરોમાં લઘુમતી જૂથો, જાહેર સ્થળો અને સંસ્થાઓ અને સરકારી સંપત્તિઓને નિશાન બનાવીને હુમલા કર્યા હતા.

આ પણ વાંચો: Afghanistan Crisis: અમારું મિશન સફળ રહ્યું, આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે: જો બાઈડેન

આ પણ વાંચો: Gujarat : આજે સામાન્યથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, કયાં પડશે ભારે વરસાદ ?

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">