અધીર રંજનના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કોંગ્રેસ મહિલા વિરોધી પાર્ટી, દ્રૌપદી મુર્મૂની માફી માગે

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ આજે ​​સવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ(Congress) મહિલા વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ આદિવાસી વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ આદિવાસી પ્રમુખને સહન કરતી નથી. પાર્ટીએ દ્રૌપદી મુર્મૂની માફી માંગવી જોઈએ.

અધીર રંજનના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કોંગ્રેસ મહિલા વિરોધી પાર્ટી, દ્રૌપદી મુર્મૂની માફી માગે
Smriti Irani on Adhir Ranjan's statement says Congress should apologize
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 12:14 PM

ભારતીય જનતા પાર્ટી(BJP)એ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીની (Adhir Ranjan Chaudhary)રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘રાષ્ટ્રીય પત્ની’ વિશે કરેલી ટિપ્પણી પર પોતાનું વલણ વધુ તીવ્ર બનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુર્મુ અંગેના નિવેદન માટે કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગ કરી છે, જ્યારે નાણા મંત્રી નિર્મલા સિતારમનની આગેવાની હેઠળ પાર્ટીની મહિલા સાંસદોએ સંસદ ભવન બહાર પ્રદર્શન કર્યું. બીજી તરફ અધીર રંજને કહ્યું કે માફી માંગવાનો સવાલ જ નથી. એકવાર મોંઢામાંથી નીકળી ગયું, હવે શું કરવું? મને ફાંસી પર લટકાવી દો.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે સવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ મહિલા વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ આદિવાસી વિરોધી પાર્ટી છે. આદિવાસી પ્રમુખ કોંગ્રેસથી સહન થઈ રહ્યું નથી. કોંગ્રેસે પ્રમુખ મુર્મૂની મજાક ઉડાવી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મૂની માફી માગવી જોઈએ.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કોંગ્રેસ પાર્ટીએ મુર્મૂને કઠપૂતળી કહ્યાઃ સ્મૃતિ ઈરાની

તેમણે કહ્યું કે જ્યારથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી દ્રૌપદી મુર્મુ કોંગ્રેસ પાર્ટીની નફરત અને ઉપહાસનો શિકાર બની છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને કઠપૂતળી કહ્યા. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ હજુ પણ એ હકીકત સ્વીકારવામાં અસમર્થ છે કે આદિવાસી મહિલા આ દેશના સર્વોચ્ચ બંધારણીય પદને શોભાવી રહ્યા છે. સોનિયા ગાંધી દ્વારા નિયુક્ત ગૃહના નેતા અધીર રંજને દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રની પત્ની તરીકે સંબોધન કર્યું હતું.

બીજી તરફ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક મહિલા સાંસદોએ સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનો વિરોધ કર્યો હતો. બેનર સાથે મહિલા સાંસદોએ કોંગ્રેસ પાર્ટી પાસે માફી માંગવાની માગ કરી છે.

 માફી માંગવાનો સવાલ જ નથી: અધીર રંજન ચૌધરી

બીજી તરફ, કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ વિવાદાસ્પદ ટિપ્પણી માટે ભાજપની માફી માંગવાની વચ્ચે કહ્યું કે, માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી. મેં ભૂલથી ‘રાષ્ટ્રીય પત્ની’ કહી દીધું હતું, હવે જો તમે મને આ માટે ફાંસી પર લટકાવવા માંગતા હોવ તો તમે કરી શકો છો. શાસક પક્ષ જાણીજોઈને તલનો પહાડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.”

અધીર રંજન ચૌધરીએ કહ્યું, “મને વારંવાર પૂછવામાં આવતું હતું કે મારે ક્યાં જવું છે. મેં કહ્યું કે મારે રાષ્ટ્રપતિ ભવન જવું છે. રાષ્ટ્રપતિજીને મળવાની ઈચ્છા છે પણ ગઈ કાલે પણ જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મારા મોઢામાંથી આકસ્મિક રીતે રાષ્ટ્રપત્ની નીકળી ગઈ. ભૂલથી શબ્દ નિકળી ગયા તો હવે શું કરવું. મને ફાંસી આપો.”

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">