Sikkim Flood News: સિક્કિમ માટે આફતનું પૂર, 120 લોકો હજુ ગૂમ તો તિસ્તા નદીમાં ફરી આવી શકે છે પૂર
મુખ્ય સચિવ પાઠકના જણાવ્યા અનુસાર સંચાર સેવાઓને શરૂ કરી દેવામાં આવી છે કે જેથી કરીને પરિવારો એકબીજા સાથે વાત કરી શકે. પરિવારો ચિંતામાં હોય તે સ્વાભાવિક છે. ફસાયેલા પરિવારોના સ્થળાંતર પર પણ તંત્ર કામ કરી રહ્યું છે. અમુકને એરલિફ્ટ કરીને મંગન પણ લઈ જઈ શકાય છે

સિક્કિમમાં તિસ્તા નદીમાં પૂર આવવાને લઈ સ્થિતિ હજુ સામાન્ય નથી બની. વાદળ ફાટવાની ઘટના બાદ 14 લોકોના મોત થયા હતા તો એક ડઝન કરતા વધારે પૂલ પણ ટુટી પડ્યા હતા જેને લઈ સ્થાનિક લોકો માટે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું.
જણાવવું રહ્યું કે સિક્કિમમાં લોનાક સરોવર પર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યા બાદ તબાહી સર્જાઈ હતી. અત્યાર સુધીમાં 18 જેટલા લોકોની લાશ મળી આવી છે તો NDRF હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. આ ઘટનામાં સેનાના પણ જવાનો તણાઈ ગયા હતા જેમનો અત્તોપત્તો લાગ્યો નથી.
મુખ્ય સચિવ વીબી પાઠકે જણાવ્યું હતું કે સિક્કિમમાં તબાહી હજુ અટકી નથી. પ્રશાસનના જીવ હજુ પણ તાળવે ચોંટેલા સછે અને એટલે જ સ્થિતિને જોતા ફરી એકવાર હિમનદી તળાવ શકુ ચુ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. સેટેલાઈટ ડેટાના આધારે આપવામાં એલર્ટ મુજબ પાણી ઓવર ફ્લો થવાથી તિસ્તા નદી ફરી વાર તબાહી મચાવી શકે છે. સિક્કિમમાં હાલમાં સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
STORY | Sikkim flash flood: Toll rises to 18; searches on for 98 missing people
READ: https://t.co/di9BrvyLEW pic.twitter.com/ihGS5q4MmJ
— Press Trust of India (@PTI_News) October 5, 2023
સિક્કિમ ફ્લડ પર લેટેસ્ટ અપડેટ
- સિક્કિમમાં અચાનક પૂરના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે સરકારે પૂરમાં ફસાયેલા લોકોને નહી ગભરાવા માટેની અપીલ કરી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે મંગન જિલ્લામાં ફસાયેલા લોકો માટે રાહત અને બચાવ કામગીરી જલ્દીથી શરૂ કરી દેવામાં આવશે.
- તો પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળ સરકારના જણાવ્યા અનુસાર 4 સૈનિકોની ઓળખ થઈ છે કે જેમની લાશ મળી છે પરંતુ એ આજ સૈનિકો છે કે કેમ તે ખબર નથી પડી કે જે અગાઉ લાપત્તા થયા હતા.
- મળતી વિગતો મુજબ અને સિક્કિમ SDM ના જણાવ્યા અનુસાર 2011 લોકોના બચાવી લેવામાં આવ્યા છે અને 22034 લોકો પ્રભાવિત થયા છે જ્યારે કે 26 ઘાયલ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
- સિક્કિમના મુખ્ય સચિવ મુજબ ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. વિદેશી નાગરિકો સહિત ત્રણ હજારથી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે.
- મુખ્ય સચિવ પાઠકના જણાવ્યા અનુસાર સંચાર સેવાઓને શરૂ કરી દેવામાં આવી છે કે જેથી કરીને પરિવારો એકબીજા સાથે વાત કરી શકે. પરિવારો ચિંતામાં હોય તે સ્વાભાવિક છે. ફસાયેલા પરિવારોના સ્થળાંતર પર પણ તંત્ર કામ કરી રહ્યું છે. અમુકને એરલિફ્ટ કરીને મંગન પણ લઈ જઈ શકાય છે
- લાચેન, લાચુંગ અને ચુંગથાંગ માટે એરપોર્ટ અને સેનાના હેલિકોપ્ટર ટેકઓફ કરવા માટે તૈયાર હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે આવું થઈ શક્યું નહીં. ઉત્તર સિક્કિમમાં સ્થાનિક લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવા માટે NDRFની પ્લાટુન પણ તૈયાર છે.
- મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થાનો પર જવા અપીલ કરી છે. તેમણે એ પણ ખાતરી આપી કે સરકાર તેમના પુનર્વસન માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
- મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. તેમણે વહીવટીતંત્ર, સ્થાનિક અધિકારીઓ, તમામ સંસ્થાઓ અને વ્યક્તિઓને એકતા અને સહકારની ભાવના સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી.
- સિક્કિમમાં આવેલા પૂરને લઈ મોટાભાગના વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા તો મંગન જિલ્લામા લગભગ 10 હજાર લોકો પ્રભાવિત થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. એક આંકડા મુજબ પાક્યોંગમાં 6,895 લોકો, નામચીમાં 2,579 અને ગંગટોકમાં 2,570 લોકો પ્રભાવિત થયા છે.