West Bengal : મમતા બેનર્જીનો નવો દાવ, ભાજપને રામરામ કરી આવેલા શત્રુધ્નસિંહા-બાબુલ સુપ્રિયોને લડાવાશે પેટાચૂંટણી
shatrughan sinha TMC Candidate: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને બંગાળના સીએમ મમતા બેનર્જીએ બોલિવૂડ ફિલ્મ સ્ટાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શુત્રુઘ્ન સિંહાને આસનસોલ લોકસભા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોને બાલીગંજ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે.
મમતા બેનર્જીએ જાણીતા ફિલ્મ સ્ટાર શત્રુઘ્ન સિન્હાને (shatrughan sinha ) આસનસોલ લોકસભા બેઠક (Asansol Loksabha Seat) પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને બાબુલ સુપ્રિયોને (Babul Supriyo) બાલીગંજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે બાબુલ સુપ્રિયોએ તેમની લોકસભા બેઠક આસનસોલ પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેઓ ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે તેમની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિંહા લાંબા સમયથી ભાજપના વિરોધી છે અને ભાજપની નીતિઓની ટીકા કરતા રહ્યા છે. બંગાળની આસનસોલ સંસદીય સીટ અને બાલીગંજ વિધાનસભા સીટ માટે 12 એપ્રિલે પેટાચૂંટણી યોજાશે, જ્યારે પરિણામ 16 એપ્રિલે જાહેર કરવામાં આવશે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે શનિવારે પેટાચૂંટણીની તારીખ જાહેર કરી હતી.
બાબુલ સુપ્રિયોને વર્ષ 2014 અને 2019માં સતત બે ટર્મ માટે આસનસોલ લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે જીતતા આવ્યા હતા. 2019 માં, બાબુલ સુપ્રિયોએ TMC ઉમેદવાર મૂન મૂન સેનને 1,97,637 મતોથી હરાવ્યા હતા. ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપના ઘણા ટોચના નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા હતા. બાબુલ સુપ્રિયો પણ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પદ પરથી રાજીનામું આપીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.
Sri Babul Supriyo, former union minister and noted singer, will be our candidate in Vidhansabha by- election from Ballygunge. Jai Hind, Jai Bangla, Jai Ma- Mati- Manush!(2/2)
— Mamata Banerjee (@MamataOfficial) March 13, 2022
રવિવારે, મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું, “ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ વતી જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહા આસનસોલથી લોકસભા પેટાચૂંટણી માટે અમારા ઉમેદવાર હશે. બાબુલ સુપ્રિયો, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા ગાયક, બાલીગંજથી વિધાનસભા પેટાચૂંટણીમાં અમારા ઉમેદવાર હશે. જય હિન્દ, જય બાંગ્લા, જય મા-માટી-માનુષ.
12 એપ્રિલે મતદાન, 16 એપ્રિલે પરિણામ
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પેટાચૂંટણી માટેનું જાહેરનામું 17 માર્ચે બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 24 માર્ચ રહેશે જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 25 માર્ચે કરવામાં આવશે. 28 માર્ચ નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ હશે. 12 એપ્રિલે મતદાન થશે અને 16 એપ્રિલે પરિણામ જાહેર થશે.
આ પણ વાંચોઃ
Uttar Pradesh: યોગી આદિત્યનાથ રવિવારે સાંજે મળશે PM મોદીને, ઉતરપ્રદેશના પ્રધાનમંડળને અપાશે આકાર
આ પણ વાંચોઃ