ઓક્સિજનની અછત વચ્ચે શ્રી સિમેન્ટ દ્વારા દેશના અનેક કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ ઓક્સિજનનું વિતરણ

દેશમાં હાલ મેડિકલ ઓક્સિજનની માંગ અનેક ગણી વધી છે. દેશભરની હોસ્પિટલોને ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓક્સિજનની અછત વચ્ચે શ્રી સિમેન્ટ દ્વારા દેશના અનેક કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ ઓક્સિજનનું વિતરણ
શ્રી સિમેન્ટ દ્વારા ઓક્સિજનનું વિતરણ
Bhavesh Bhatti

|

May 12, 2021 | 7:49 PM

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોવિડ-19 ના નવા સ્ટ્રેનની અસરથી ફેફસાંમાં બળતરા થાય છે અને તેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આવા દર્દીઓને ઓક્સિજન જરૂરિયાત રહે છે. કોરોનાની આ બીજી લહેરની શરૂઆતથી જ ઓક્સિજનની જરૂરિયાત સામે સપ્લાયનું પ્રમાણ ઓછું રહ્યું છે.

દેશમાં હાલ મેડિકલ ઓક્સિજનની માંગ અનેક ગણી વધી છે. દેશભરની હોસ્પિટલોને ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. મેડિકલ સ્ટાફ, સરકાર અને સંબંધિત અધિકારીઓના અથાગ પ્રયત્નો છતાં સંસાધનો પૂરા પડી રહ્યા નથી. આ એક કટોકટી છે અને તેને હલ કરવા માટે સમગ્ર રાષ્ટ્રને પગલું ભરવું જરૂરી છે.

સતત વધી રહેલી મેડિકલ ઓક્સિજનની માંગને પહોંચી વળવા શ્રી સીમેન્ટના યુનિટો દ્વારા તેના તમામ ઓક્સિજન પ્લાન્ટ 100% ક્ષમતા સાથે કાર્યરત છે. આ ઓક્સિજન પ્લાન્ટ રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટકમાં આવેલા છે. શ્રી સીમેન્ટ કંપનીએ રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢની વિવિધ હોસ્પિટલોમાં 40,000 કરતા પણ વધારે ઓક્સિજન સિલિન્ડર આપ્યા છે. આ આંકડા 8 મે, 2021 સુધીના છે.

Shree Cement continues to supply Medical Oxygen for Covid Care

શ્રી સિમેન્ટ દ્વારા ઓક્સિજનનું વિતરણ

શ્રી સીમેન્ટ કંપનીની મેનેજમેન્ટ ટીમ રાજ્ય અને કેન્દ્રીય વહીવટીતંત્ર સાથે મળીને જે સ્થળોએ સૌથી વધારે જરૂરિયાત છે, ત્યા ઓક્સિજનનો પુરતો પુરવઠો પહોચાડવા માટે સતત કાર્યરત છે. શ્રી સિમેન્ટ ભારતના એવા નાના શહેરો અને ગામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે, જેમની પાસે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ગયા વર્ષે કંપનીએ ઘણી જગ્યાઓ પર મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત બનાવ્યું છે, જેમાં કોવિડ દર્દીઓ માટે વિશેષ વોર્ડ બનાવ્યા તેમજ સરકારી હોસ્પિટલોમાં મેડિકલ સાધનો પૂરા પાડવામાં આવ્યા છે.

Shree Cement continues to supply Medical Oxygen for Covid Care

શ્રી સિમેન્ટ દ્વારા ઓક્સિજનનું વિતરણ

શ્રી સિમેન્ટ દ્વારા 29, એપ્રિલના રોજ 50 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આયાત કરવામાં આવ્યા હતા, જે રાજસ્થાન સરકારને આપવામાં આવ્યા હતા. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર જયપુરના બિલવામાં કોવિડ કેર સેન્ટરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ, જે સ્થાનો પર કંપનીના પ્લાન્ટ્સ આવેલા છે, ત્યા કંપનીની ટીમ કોવિડ વિશે જાગૃકતા ફેલાવી રહી છે, તબીબી સહાયતા પૂરી પાડે છે અને એમ્બ્યુલન્સ વગેરેની સેવા આપી રહી છે. CSR ટીમ ગામડાની મહિલાઓ સાથે મળીને માસ્ક બનાવવાનું કામ કરી રહી છે અને આવી મહિલાઓને આ મુશ્કેલ સમયમાં આવકનું સાધન પૂરું પાડે છે.

શ્રી સિમેન્ટ એ ભારતની ટોચના ત્રણ સિમેન્ટ ઉત્પાદકોમાંની એક કંપની છે. કંપનીની મેનેજમેન્ટ ટીમે સતત પોતાની સામાજીક ફરજ નિભાવી છે. આ મહામારીના કપરા સમયમાં પણ કંપનીએ બિઝનેસ પહેલા લોકોના સ્વાસ્થ્યને મહત્વ આપ્યું છે. કોવિડ-19 એ લાંબાગાળા માટે નથી, પરંતુ તેના સામેનું યુદ્ધ ફક્ત ત્યારે જ જીતી શકાશે, જ્યારે આપણે બધા સાથે મળીને ઉભા રહીશું. શ્રી સિમેન્ટ કોવિડ સામેની લડતમાં દેશની સાથે જ છે અને હંમેશા તેના સમર્થનનું વચન આપે છે. તેઓ માને છે કે આપણે બધા જ સાથે મળીને કોરોના સામેની જંગમાં વિજય મેળવીશું.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati