Shooter Dadi ચંદ્રા તોમરે દુનિયાને કહ્યું અલવિદા, મેરઠ મેડિકલ કોલેજમાં ચાલી રહી હતી સારવાર

|

Apr 30, 2021 | 5:05 PM

ફિલ્મ 'સાંડ કી આંખ' પછી ચર્ચામાં રહેનાર શૂટર દાદીમા(Shooter Dadi) ચંદ્રા તોમરનું શુક્રવારે કોરોના વાયરસના સંક્ર્મણને કારણે અવસાન થયું હતું. શૂટર દાદી તરીકે જાણીતા 89 વર્ષીય ચંદ્રો તોમરનો જન્મ મુઝફ્ફરનગરમાં થયો હતો.

Shooter Dadi ચંદ્રા તોમરે દુનિયાને કહ્યું અલવિદા, મેરઠ મેડિકલ કોલેજમાં ચાલી રહી હતી સારવાર
Shooter Dadi Chandra Tomar

Follow us on

ફિલ્મ ‘સાંડ કી આંખ’ પછી ચર્ચામાં રહેનાર શૂટર દાદીમા(Shooter Dadi) ચંદ્રા તોમરનું શુક્રવારે કોરોના વાયરસના સંક્ર્મણને કારણે અવસાન થયું હતું. શૂટર દાદી તરીકે જાણીતા 89 વર્ષીય ચંદ્રો તોમરનો જન્મ મુઝફ્ફરનગરમાં થયો હતો.

 

બાગપતનાં બિનૌલીના જૌહરીના પીઢ શૂટર દાદી ચંદ્રા તોમરનું શુક્રવારે મેરઠ મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને ગુરુવારે રાત્રે બાગપતની આનંદ હોસ્પિટલથી મેરઠની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાદીમાના સંબંધીઓએ તેના મૃત્યુનું કારણ મગજ હેમરેજ ગણાવ્યું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

તેમના પુત્ર વિનોદ તોમારે જણાવ્યું હતું કે સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, તપાસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને મેરઠની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શૂટર ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ આવ્યા બાદ આસપાસના વિસ્તારોમાં તેના ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. બધા તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ શુક્રવારે તેમનું મોત નીપજ્યું હતું.

 

શૂટર દાદી તરીકે જાણીતા ચંદ્રા તોમર ત્રણ દિવસ પહેલા કોરોનાની ઝપેટે આવ્યા હતા. તેમના ટ્વીટર હેન્ડલથી તેમણે અનુયાયીઓને તેમને કોરોનાનો ચેપ લાગવા વિશે ત્રણ દિવસ પહેલા માહિતી આપી હતી. તેમના ટ્વીટર હેન્ડલ પરથી લખ્યું હતું કે દાદી ચંદ્રા તોમર કોરોના પોઝિટિવ છે અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

નોંધનીય છે કે શૂટર દાદીએ તેણે ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી છે અને તે વિશ્વનો સૌથી જુના શૂટર માનવામાં આવે છે. તેણે તેની બહેન પ્રકાશી તોમર સાથે ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પ્રકાશી વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા શૂટર્સમાં શામેલ છે. બોલીવુડની ફિલ્મ સાંડ કી આંખ દાદી ચંદ્રા તોમર અને પ્રકાશી તોમરની રીયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે. આ અગાઉ પણ અભિનેતા આમિર ખાને પણ તેના શો સત્યમેવ જયતે તેમને બંને શૂટર દાદીની કહાનીથી પ્રભાવિત થઈ આમંત્રિત કર્યા હતા.

 

બાગપતમાં ઘરના માણસોએ તેમના બંનેની ગોળીબાર સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમના પુત્રો, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રોએ તમામને ટેકો આપ્યો હતો. તે પછી તે નજીકની રેન્જમાં પ્રેક્ટિસ કરવા માટે ઘરની બહાર નીકળી શક્યા. શૂટર દાદીએ વરિષ્ઠ નાગરિક વર્ગમાં પણ અનેક એવોર્ડ જીત્યા હતા, જેમાં સ્ત્રી શક્તિ સન્માનનો સમાવેશ થાય છે, જે ખુદ રાષ્ટ્રપતિએ રજૂ કર્યો હતો.

 

આ પણ વાંચો: આ રાજ્યએ વેક્સિન ડિલીવરી માટે શોધી કાઢી અનોખી રીત, કેન્દ્ર સરકારે પણ આપી મંજૂરી, જાણો વિગત

Next Article