આ રાજ્યએ વેક્સિન ડિલીવરી માટે શોધી કાઢી અનોખી રીત, કેન્દ્ર સરકારે પણ આપી મંજૂરી, જાણો વિગત

વેક્સિનેશનને લઈને તેલંગણા રાજ્યએ અનોખી વ્યવસ્તા કરી છે. તેલંગણામાં ડ્રોન દ્વારા રસી પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે. એટલું જ નહીં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ તેની મંજૂરી આપી દીધી છે.

  • tv9 webdesk37
  • Published On - 16:43 PM, 30 Apr 2021
આ રાજ્યએ વેક્સિન ડિલીવરી માટે શોધી કાઢી અનોખી રીત, કેન્દ્ર સરકારે પણ આપી મંજૂરી, જાણો વિગત
રચનાત્મક તસ્વીર

દેશ કોરોનાની બીજી લહેર વચ્ચે 1 મેથી એક વિશાળ રસીકરણ અભિયાન શરૂ કરવાની યોજના છે. એક તરફ વેક્સિનેશન માટે ક્યાંક વેક્સિનની અપૂર્તીના અહેવાલો આવે છે, તો બીજી તરફ વેક્સિનેશનની તૈયારીઓ થવા લાગી છે. આવતીકાલે એટલે કે શનિવારથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ વેક્સિન આપવામાં આવશે. આ દરમિયાન અલગ અલગ રાજ્યો વેક્સિનેશન પર અલગ અલગ તૈયારીઓ કરી રહ્યા છે.

મળેલા અહેવાલ અનુસાર તેલંગણા રાજ્યએ અનોખી વ્યવસ્તા કરી છે. તેલંગણામાં ડ્રોન દ્વારા રસી પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે. એટલું જ નહીં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ તેની મંજૂરી આપી દીધી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે તેલંગણા સરકારને વિઝ્યુઅલ રેન્જમાં રસીના વિતરણ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જો કે મંત્રાલયના નિવેદનમાં કઇ ખાસ રસી આ પ્રાયોગિક વિતરણનો ભાગ હશે તેનો ઉલ્લેખ કરાયો નથી.

ટ્વિટર પર વિદેશ મંત્રાલયે કહ્યું કે તે વિમાનની દૃષ્ટિની રેખામાં ડ્રોનનો ઉપયોગ કરીને રસીઓના પ્રાયોગિક ડિલિવરી માટે માનવરહિત વિમાન સિસ્ટમો (યુએએસ) ના નિયમો, 2021 હેઠળ તેલંગાણા સરકારને શરતી છૂટ આપી છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: સોશિયલ મીડિયામાં બેડ, ઓક્સિજન ફરિયાદ પર ન થાય કાર્યવાહી

જાહેર છે કે પહેલી મેથી દેશભરમાં વેક્સિનેશન પ્રક્રિયા શરુ થવાની છે. જેને લઈને દરેક રાજ્યો પોતપોતાની તૈયારીમાં લાગ્યા છે. જોવા જઈએ તો આ અનોખી રીત કેટલી મદદગાર નીવડે છે અને આની મદદથી વેક્સિનની ડિલીવરી કેટલી સરળ થઇ જાય છે તે તો સમય જ બતાવશે.

 

આ પણ વાંચો: પત્રકાર રોહિત સરદાનાના અવસાનથી મીડિયા જગતમાં શોકનો માહોલ, બે દિવસ પહેલા સુધી કરી રહ્યા હતા લોકોની મદદ

આ પણ વાંચો: અભિનેતા જ નહીં માણસ પણ સુપરસ્ટાર: કોરોના દર્દીઓની મદદ માટે આ એક્ટર બન્યો એમ્બ્યુલન્સ ડ્રાઈવર