દુ:ખદ ઘટના, સૂતી વખતે ઝૂંપડામાં લાગી આગ, માતા અને 5 બાળકો જીવતા સળગી ગયા

આગની ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્યમાં લાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તમામના મોત થઈ ચૂક્યા હતા. એસપી ધવલ જયસ્વાલે જણાવ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

દુ:ખદ ઘટના, સૂતી વખતે ઝૂંપડામાં લાગી આગ, માતા અને 5 બાળકો જીવતા સળગી ગયા
Hut Caught Fire
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 11:27 AM

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામકોલા શહેરમાં એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી મૃત્યુ પામ્યા. આ અકસ્માતમાં માતા અને પાંચ બાળકોના મોત થયા છે. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર એકથી 10 વર્ષની વચ્ચે હતી. આજુબાજુ બધા સુતા હતા. આગની ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્યમાં લાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તમામના મોત થઈ ચૂક્યા હતા.

આ પણ વાંચો: Gujarati video : વાવાઝોડાને લઈને CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક, પ્રભાવિત જિલ્લાઓની મેળવી માહિતી

એસપી ધવલ જયસ્વાલે જણાવ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગની આ ઘટનામાં પતિ સલામત છે, તેણે ભાગીને જીવ બચાવ્યો હતો.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

આ છે સમગ્ર ઘટના

રામકોલાના વોર્ડ નંબર બેમાં નવમી પ્રસાદ રાત્રે 10 વાગ્યે જમ્યા બાદ પત્ની અને બાળકો સાથે ઝૂંપડીમાં સૂઈ રહ્યા હતા. વોર્ડના લોકોના જણાવ્યા મુજબ રાત્રે લગભગ એક વાગ્યે જોરદાર અવાજ આવતા લોકો જાગી ગયા ત્યારે નવમીની ઝૂંપડી સળગી રહી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ પહોંચ્યા અને આગમાં સપડાયેલા નવમીની પત્ની સંગીતા (38), પુત્ર અંકિત (10), પુત્રી લક્ષ્મી (09), રીટા (03), ગીતા (02) અને બાબુ (01)ને બહાર કાઢ્યા. તેઓને એમ્બ્યુલન્સ દ્વારા સીએચસીમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. લોકોએ જણાવ્યું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો ન મળ્યો. નવમીના પિતા સરજુ બાજુના ઝૂંપડામાં સૂતા હતા. આગ લાગતા તેમણે ચીસો પાડી લોકોને જાણ કરી.

ઉજડી ગયો પરિવાર

પાંચ પૌત્રોના મૃત્યુને કારણે રડતા રડતા સરજુની હાલત ખરાબ છે. સ્થાનિક લોકો આશ્વાસન આપી રહ્યા છે. નવમીનો પરિવાર સાવ બરબાદ થઈ ગયો હોવાનું લોકો અફસોસ સાથે કહી રહ્યા હતા. નવમીએ મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

વિસ્તારમાં છવાયો શોક

આ ઘટના જિલ્લાના રામકોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધ્યરાત્રિની છે. આગના કારણે આખા ગામમાં ચકચાર મચી ગઈ હતી. એક જ પરિવારના છ લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે. સ્વજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. દરેકના મોઢામાંથી એક જ વાત નીકળે છે કે ભગવાને આવો દિવસ કોઈને ન બતાવવો જોઈએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
g clip-path="url(#clip0_868_265)">