શશી થરુરે વાપર્યો ‘schadenfreude’ નામનો વિચિત્ર શબ્દ, સોશિયલ મીડિયામાં ઉડી મજાક
શશી થરુર પોતાના શબ્દોને લઈને જાણીતા છે. તેઓ પોતાની ટ્વીટમાં કે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં એવા શબ્દોનો ઉપયોગ કરે છે લોકોએ તેને પહેલીવાર સાંભળ્યા હોય. તેઓ ફરી એકવાર નવા શબ્દના લીધે ચર્ચામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો આ પણ વાંચો : હજારો કિલોમીટર દૂરથી […]

શશી થરુર પોતાના શબ્દોને લઈને જાણીતા છે. તેઓ પોતાની ટ્વીટમાં કે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં એવા શબ્દોનો ઉપયોગ કરે છે લોકોએ તેને પહેલીવાર સાંભળ્યા હોય. તેઓ ફરી એકવાર નવા શબ્દના લીધે ચર્ચામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : હજારો કિલોમીટર દૂરથી ચંદ્રયાન-2એ મોકલી ચંદ્રની તસવીરો, ઈસરોએ ટ્વીટ કરીને આપી જાણકારી
પી. ચિદમ્બરમનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે શશી થરુરે પોતાની ટ્વીટમાં એક એવો શબ્દ પ્રયોજ્યો કે લોકો આ શબ્દ વિશે ટ્વીટ કરવા લાગ્યા. ઘણાં લોકોએ તો મજાક પણ ઉડાવી. શશી થરુરે ટ્વીટમાં ‘schadenfreude’નામના એક શબ્દનો પ્રયોગ કર્યો. જેના અર્થને જાણવા માટે સોશિયલ મીડિયામાં લોકોએ ડિક્ષનરીનો ઉપયોગ કરવો પડ્યો.
Well said @PChidambaram_IN ! It is a tribute to your strength of character that you are standing up to persecution &character assassination w/ courage & confidence. I believe justice will prevail in the end. Till then we will have to allow some malicious minds their schadenfreude https://t.co/OoERqVVKTQ
— Shashi Tharoor (@ShashiTharoor) August 21, 2019
શું થાય છે ‘schadenfreude’શબ્દનો અર્થ? આ શબ્દ અંગ્રેજી ભાષામાં પ્રયોજીત શશી થરુર દ્વારા કરવામાં આવ્યો પણ આ શબ્દ અંગ્રેજી ભાષાનો નથી. આ શબ્દ જર્મન ભાષાનો છે. જે બે શબ્દથી જોડાઈને બનેલો છે. Schadenનો મતલબ થાય છે ‘નુકસાન’ અને Freudevનો અર્થ થાય છે ‘ખુશી’. આમ આખા શબ્દનો જો અર્થ તારવીએ તો જવાબ મળે કે કોઈને દુખ પહોંચાડવા બદલ મળેલી ખુશી. આમ ફરી એકવાર શશી થરુર પોતાના શબ્દને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગયા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
