AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunanda Pushkar Case: કોંગ્રેસના નેતા શશી થરૂરને મોટી રાહત, પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

Shashi Tharoor: પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને નિર્દોષ જાહેર કર્યા છે.

Sunanda Pushkar Case: કોંગ્રેસના નેતા શશી થરૂરને મોટી રાહત, પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
congress leader shashi tharoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 1:25 PM
Share

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરની (Senior Congress leader Shashi Tharoor) પત્ની સુનંદા પુષ્કરના (Sunanda pushkar) મૃત્યુના કેસમાં વરિષ્ઠ નેતા શશી થરૂરને (Shashi Tharoor) મોટી રાહત આપી છે. શશી થરૂરને કોર્ટે આ કેસમાં નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન, રાઉઝ એવન્યુ કોર્ટે થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના આરોપી હોવાનો ઇનકાર કર્યો હતો.

સુનંદા પુષ્કરના મૃત્યુનો કેસ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં પોલીસે તેની ચાર્જશીટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના સાંસદ શશી થરૂરને ભારતીય દંડ સંહિતાની કલમ 478-A  અને આત્મહત્યા કરવા માટે પ્રેરવા અંગેની કલમ 306 હેઠળ આરોપી બનાવ્યા છે.

કોર્ટના નિર્ણયને આવકારતા, શશિ થરૂરનુંના વરિષ્ઠ વકીલ વિકાસ પાહવાએ જણાવ્યું હતું કે તે 7 વર્ષ લાંબી કાનુની લડાઈ હતી. અંતે ન્યાયનો વિજય થયો છે. અમને શરૂઆતથી જ ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ હતો. પોલીસ દ્વારા આત્મહત્યા કરવા પ્રેરવા અને ક્રૂરતા અંગે લગાવેલા આરોપો વાહિયાત હતા.

સુનંદા પુષ્કર હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કર જાન્યુઆરી 2014 માં એક હોટલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. મેડિકલ રિપોર્ટ બાદ તેના શરીરમાં દવાઓની લીધી હોવાનું સામે આવ્યુ હતુ. જ્યારે પ્રાથમિક તપાસમાં હત્યાના કરાઈ હોવાના મુદ્દે પણ તપાસ કરવામાં આવી હતી. જોકે, આખરે પોલીસે આત્મહત્યા માટે ચાર્જશીટ દાખલ કરી હતી. જો કે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે દલીલો બાદ શશી થરુર સામે આરોપો ઘડવાના આદેશને સ્થગિત કરવામાં આવ્યો હતો.

છેલ્લી સુનાવણી દરમિયાન સુનંદા પુષ્કર પર માનસિક અત્યાચારના મુદ્દે પણ દલીલ કરવામાં આવી હતી. સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેમની માનસિક સ્થિતિ સારી નહોતી. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. સુનાવણી દરમિયાન સુનંદાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે આ કુદરતી મૃત્યુ નથી. મૃત્યુનું કારણ ઝેર છે, જે મ્હોવાટે પીવડાવાઈ શકાય છે અથવા તો ઈન્જેક્શન સ્વરૂપે આપી શકાય છે.

આ પણ વાંચોઃ Gold Price Today : સોનાનાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, 1 તોલા સોનું 50,000 ના સ્તરે પહોંચવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચોઃ Viral Video : કેન્સરના ઇલાજ દરમિયાન મિત્ર બન્યા આ ભુલકાઓ, તેમની મુલાકાતનો વીડિયો જોઇ લોકોની આંખો થઇ ભીની

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">